મધર બેસ્ટ ફ્રીદીંગ વિક-2017
મોર્ડન માતા ફેશનની પાછળ ઘેલી હોય છે પરંતુ જ્યારે તે એક બાળકને જન્મ આપે છે ત્યારે બાળકને સ્તનપાન કરાવવા માટે ઓછો આગ્રહ રાખે છે કારણ માત્ર તેનું ફિગર ખરાબ ન થાય એ છે પરંતુ આ માન્યતા એકદમ ખોટી છે. આનું ઉલ્ટુ જ્યારે સ્ત્રી બાળકને જન્મ આપે અને બાદમાં સ્તન પાન ન કરાવે તો તેનું ફિગર ખરાબ થયા છે એ ખરી હકિકત છે માત્ર બાળકના સ્વાસ્થ્ય અને તેની રોગપ્રતિકારક શક્તિ માટે જ નહિ પરંતુ માતાનાં સ્વાસ્થ્ય પણ બાળકને સ્તનપાન કરાવવું જરૂરી બને છે.
જ્યારે બાળક સ્તનપાન દ્વારા દૂધ લ્યે છે ત્યારે માતાના શરીરમાં રહેલી હજારો કેલેરી બળે છે જેના દ્વારા બાળક માટે ન્યુટ્રીશન્સ તૈયાર થાય છે અને માતામાં સમય જતા મેદસ્વિતા રહેવાનો ભય પણ દૂર થાય છે બાળક જ્યારે સ્તનપાન કરે છે ત્યારે માતાનાં સ્તનના સ્નાયુને એક કસરત પુરી પાડે છે જેનાથી ભવિષ્યમાં પણ માતાને સ્તન કેન્સર થવાની સંભાવના ઘટે છે તો બાળકને સ્તનપાન કરાવવાથી ફિગર અદોદ‚ નહિ પરંતુ સ્લીમ અને ટ્રીમ બને છે જ્યારે બાળકનું સ્વાસ્થ્ય પણ ફાયદાકારક નિવડે છે તો ક્યારે પણ સ્તનપાન કરાવવા બાબતે છોછ અનુભવ્યા વગર બેફિકર બની શિશુને સ્તનપાન કરાવવું તે જ યોગ્ય છે.