મેમોગ્રાફી સેન્ટર અદ્યતન એમ્બ્યુલન્સ તેમજ ડિજિટલ એક્સ-રે રૂમના લોકાર્પણ

જુનાગઢ હાલના સમયમાં તબીબી સેવા હવે સેવાનું માધ્યમ નહીં પણ મેવાનું માધ્યમ બની ગયું હોય તેવી પ્રતીતિ મધ્યમ વર્ગીય સમાજને થઈ રહી છે આવા સમયમાં પણ ક્યાંક ખૂણેખાંચરે હજુ પણ આ ક્ષેત્રના માણસો ખરેખર આ સેવાને સેવાના રૂપમાંજ ગણી આરોગ્ય ક્ષેત્ર માં લોકોની સેવા કરવાના દીપ  પ્રજ્વલિત કરી રહ્યા છે આજના મધ્યમ વર્ગીય  સમાજ માટે આવોજ એક ખુણો એટલે  જૂનાગઢની હાટકેશ હોસ્પિટલ આ  હોસ્પિટલ ખાતે  ગઈકાલે મહિલાઓમાં થતા બ્રેસ્ટ કેન્સરના નિ:શુલ્ક નિદાન માટે મેમોગ્રાફી સેન્ટર એક્ષરે રૂમ અને અદ્યતન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જુનાગઢ જાણીતી હાટકેશ હોસ્પિટલ ખાતે ખાસ કરીને મહિલાઓમાં થતા બ્રેસ્ટ કેન્સરના નિદાન માટે મેમોગ્રાફી સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આની સાથે ડિજિટલ એક્સ-રે રૂમ તેમજ સાંસદની ગત ટર્મની ગ્રાન્ટ માંથી એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી ગુજરાત પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા દ્વારા મેમોગ્રાફી સેન્ટર ને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું આની સાથે ડિજિટલ એક્સ-રે રૂમ અને અદ્યતન એમ્બ્યુલન્સ ના ઉદ્ઘાટન  ઉપસ્થિત સાંસદ રાજેશભાઇ ચુડાસમા સહિતના  મહાનુભાવોએ કર્યા હતા મધ્યમ અને સામાન્ય પ્રજા માટે આજે જે સારવાર અને નિદાન ૧૫૦૦ થી ૨૦૦૦ રૂપિયામાં થાય છે તે નિદાન હવે હાટકેશ  હોસ્પિટલ ખાતે  નિશુલ્ક કરવામાં આવશે સાથે ચોક્કસ નક્કી કરાયેલ વિસ્તારમાં એમ્બ્યુલન્સની સેના પણ ફ્રી અને દુર જવા માટે ટોકન ભાવથી આપવામાં આવશે.

7537d2f3 25

આ પ્રસંગે ગુજરાત પ્રવાસન મંત્રી જૂનાગઢના જવાહર ચાવડા સાંસદ રાજેશ ચુડાસમા ધારાસભ્ય ભીખાભાઈ જોશી મેયર ધીરુભાઈ ગોહેલ આઇ.જી.પી. એમ.એમ અનારવાલા મેડિકલ કોલેજ ડીન એસ.પી.રાઠોડ ડો. ડી.પી.ચીખલીયા ડો.વસાવડા સહિતના જૂનાગઢના જાણીતા તબીબો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે હાટકેશ હોસ્પિટલ ટ્રસ્ટી મંડળ પરિવાર દ્વારા દાતા વિજયાબેન ચુનીભાઇ લોઢીયા સહિતના દાતાઓનું સન્માન કરાયું હતું  સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મેનેજીંગ ટ્રસ્ટી  ડો.બકુલ બુચ તેમજ પ્રમુખ કલ્પિત નાણાવટીના માર્ગદર્શન નીચે ટ્રસ્ટી મંડળ તેમજ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.