આપણે બધા લીલા નાળીયેરનાં સ્વાસ્થ્ય સંબંધી લાભોથી પરિચિત છીએ, પરંતુ શું તમે સુકા નાળીયેર (Dry Coconut) નાં લાભો વિશે જાણો છો. સુકું નાળીયેર પકવાન બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પાણીવાળું નાળીયેર કુદરતી રીતે સુકાયા બાદ સંપૂર્ણ રીતે કડક બની જાય છે. જ્યારે ઉપયોગમાં લેવું હોય ત્યારે તમે તેને ફોડીને ઉપયોગમાં લઇ શકો છો. તેમાં પાણી હોતું નથી, અને તે નાળીયેરમાં તેલ બની જાય છે.
હ્રદય માટે લાભદાયક
સુકા નાળીયેરમાં ડાયટરી ફાઈબર હોય છે, જે હ્રદયને તંદુરસ્ત બનાવી રાખે છે. જેમ કે, પુરુષનાં શરીરને ૩૮ ગ્રામ ડાયટરી ફાઈબર અને મહિલાનાં શરીરને ૨૫ ગ્રામ ડાયટરી ફાઈબર જરૂરી છે. સુકા નાળીયેરથી શરીરની આ આવશ્યકતા પૂરી થઇ જાય છે.
મસ્તિષ્કની ગતિવિધિઓને સુધારે
જો તમે તમારા બ્રેનને સ્માર્ટ બનાવવા માંગો છો તો સુકા નાળીયેરને તમારા ભોજનમાં સામેલ કરો. એવું કેટલાક અધ્યયન પરથી સાબિત થયું છે. નાળીયેરનાં સેવનથી મગજ તેજ બને છે અને અલ્ઝાઈમર જેવી ઘાતક બીમારીઓથી પણ રક્ષણ કરે છે.
કેન્સરનાં જોખમને ઓછું કરે
જો તમારા પરિવારમાં પહેલા કોઈને કેન્સર થયેલ છે તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. ખાસ કરીને મહિલાઓએ, જેમને બ્રેસ્ટ કેન્સરનો ખુલાસો થયો હોય. સામાન્ય રીતે નાળીયેર પ્રોસ્ટેટ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરનાં જોખમને ટાળવામાં મદદ કરે છે. તેથી જ તમે તેને પોતાના ભોજનમાં અવશ્ય સામેલ કરો.

પુરુષોમાં પ્રજનન ક્ષમતા વધારે
આ કોઈ મિથક નથી, પરંતુ નાળીયેરનું સેવન કરવાથી પુરુષોમાં પ્રજનનની ક્ષમતા વધે છે. મેડિકલ સાયન્સમાં પણ કેટલાક પરીક્ષણોથી આ વાતને સિદ્ધ થઇ ચુકી છે. તેવું તેમાં મળી આવતા સીલીયમનાં કારને થાય છે, જે પુરુષત્વને મજબૂત બનાવે છે.