ઓસ્ટ્રીયાના જોસેફે ૨૦૦ કિલો બરફ વચ્ચે ૨.૩૧ કલાક ગાળ્યા
કોઈ તમને થોડીવાર બરફમાં રહેવાનું કહે તો કેવું લાગે ? ઠંડી લાગવાથી હાથ ઢીંગરાઈ જાય ને કામ કરતા પણ બંધ થવા લાગે…ને…આવી જ સિઝનમાં કોઈ આપણને બરફ વચ્ચે એક પણ કપડુ પહેર્યા વિના રહેવાનું કહે તો શું ? થર થરી જવાયને ? ઉધાડા શરીરે બરફ વચ્ચે રહેવાનો વધુ એક નવો વિક્રમ સર્જયો છે. ઓસ્ટ્રીયાના જોસેફે ૨૦૦ કિલો બરફમાં ઉધાડા શરીરે ૨ કલાક ૩૦ મિનિટ અને ૫૭ સેક્ધડ રહી એક નવો વિક્રમ સર્જયો છે.
જોસેફે શનિવારે ૨૦૦ કિલો બરફની પેટીમાં ઉધાડા શરીરે એટલે કે એક પણ વસ્ત્ર પહેર્યા વિના રહી આ વિક્રમ સર્જયો હતો. ઓસ્ટ્રીયાના મેલક ટાઉન સ્કવેર પર લોકોની ભીડ વચ્ચે ૨૦૧૯માં સર્જલો પોતાનો જ અગાઉ સર્જેલો વિક્રમ તોડયો હતો. સહાયકો તેને બરફમાંથી બહાર કાઢયા બાદ તેણે જણાવ્યું કે સુર્યનો પ્રકાશ પીઠ પર પડવાથી બહુ સારું લાગ્યું હતું. કોઓબરલ આગામી વર્ષે એન્જલસમાં પોતાનો આ નવો રેકોર્ડ તોડવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે ટીમને કહ્યું કે કોએબરલનો વ્યકિતગત અને રેકોર્ડ પણ વિશ્ર્વમાં એક રેકોર્ડ છે.
જોસેફ શું કહે છે ?
ઠંડીના કારણે થતા દર્દ સામે કેવી રીતે રહ્યો ? તેના જવાબમાં જોસેફે જણાવ્યું કે, મેં સકારાત્મક ભાવના પર જ ધ્યાન કેન્દ્રીત કરવાની કોશિષ કરતો રહ્યો હતો જેના લીધે મને દર્દનો અહેસાસ ઓછો થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે, હું સકારાત્મક ભાવના વિશે કલ્પનાને ચિત્ર બનાવીને દર્દ સામે લડતો રહ્યો એટલે હું એ સહન કરી શકયો.