કચ્છમાં જયંતીભાઇ ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચે કચ્છમાં રાજકીય અસ્તિત્વ ટકાવવા બંનેએ એક બીજાના સેકસ સ્કેન્ડલ ખોલી આબરૂના ધજાગરા ઉડાડયા બાદ જયંતી ભાનુશાળીએ સમાધાનની શરત ભુલી રિવર્સ સ્કીમ રમતા હત્યાનો પ્લાન બનાવ્યાનું ખુલ્યું
કચ્છ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાળી અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવી અબડાસાની બેઠક પર ભાજપમાંથી ચૂંટણી લડેલા છબીલ પટેલ વચ્ચે ક્ચ્છમાં મોટા ગજાના નેતા બનાવની શ‚ થયેલી હોડ અને રાજકીય અસ્થિત્વ ટકાવવા એક બીજાના સેકસ સ્કેન્ડલ ખોલી શરૂ કરેલા ગંદા રાજકારણ અને બંને વચ્ચે થયેલા સમાધાનની ફોમ્યુર્લા સાઇડ પર રાખી જયંતી ભાનુશાળીએ રિવર્સ સ્કીમ રમી છબીલ પટેલને સેકસ સ્કેન્ડલમાં ફસાવવતા હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
ભૂજથી સયાજીનગરી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા જયંતી ભાનુશાળી પર ફાયરિંગ કરી કરાયેલી હત્યામાં રેલવે પોલીસ અને સીઆઇડીના સ્ટાફે શાર્પ શુટરની ધરપકડ કરી કરાયેલી તપાસમાં જયંતી ભાનુશાળીના રાજકીય હરીફ છબીલ પટેલે સોપારી આપી હત્યા કરાવ્યાનું બહાર આવ્યું હતું. છબીલ પટેલ ઝડપી લેવા પોલીસે ભીસ વધારી તેના પુત્રની અટકાયત કરતા છબીલ પટેલ પોલીસના શરણે આવ્યો હતો અને તેને જયંતી ભાનુશાળીની હત્યા માટે કાવત‚ કંઇ રીતે અને શા માટે બનાવ્યુ તે અંગેની પોપટની જેમ કબુલાત આપી છે.
છબીલ પટેલને પોલીસે રિમાન્ડ પર લઇ કરાયેલી પૂછપરછ દરમિયાન કચ્છની ચૂંટણી દરમિયાન જયંતી ભાનુશાળીએ હરાવ્યા હોવાથી તેને સુરતના સેકસકાંડમાં ફસાવી બદલો લીધા બાદ બંને વચ્ચે ભાનુશાળી સમાજના પ્રમુખની હાજરીમાં સમાધાનની ફોમ્યુલા ઘડવામાં આવી હતી.
તેમાં જયંતી ભાનુશાળીએ છબીલ પટેલને કચ્છના નેતા તરીકે સ્વીકારવા અને સેકસકાંડની ફરિયાદ નોંધાવનાર મનિષાને કરોડો રૂપિયા ચુકવવાની શરત જયંતી ભાનુશાળીએ સ્વીકારી સેકસકાંડમાંથી હેમખેમ બહાર આવ્યા બાદ જયંતી ભાનુશાળીએ ધર્મ ગુ‚ની હાજરીમાં સ્વીકારેલી શરત સાઇડ લાઇન કરી છબીલ પટેલ સામે દિલ્હીની દ્વારકા પોલીસ મથકમાં સેકસની ફરિયાદ નોંધાવવા વિધવાને તૈયાર કરી હતી એટલું જ નહી મનિષાને આપેલી રકમ પણ ન ચુકવી રિવર્સ ગેમ રમતા બંને વચ્ચ રીતસર અસ્તિત્વનો જંગ શરૂ થયો હતો.
ગત સપ્ટેમ્બરમાં જંયતી ભાનુશાળીના ભત્રીજા સુનિલે મનિષા ગોસ્વામી સામે ખંડણી પડાવ્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અને બ્લેક મેઇલીંગના આક્ષેપ કરતા પોલીસે મનિષા ગૌસ્વામીની ધરપકડ કરી હતી. ત્યારે છબીલ પટેલે મનિષા ગૌસ્વામીની મદદ કરી છોડાવી હતી અને બંને મિત્ર બન્યા બાદ જંયતી ભાનુશાળીની હત્યામાં મદદ કરી હોવાનું જયંતી ભાનુશાળીની હત્યામાં મદદ કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.