ગુજરાત સરકારના લવ જેહાદના કાયદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ કાયદાની અમુક કલમ સામે વાંધો ઉઠાવી હાઈકોર્ટ સમક્ષ રદ કરવાની માંગ કરવામાં આવી હતી. આજરોજ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જે દરમિયાન ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે લવજેહાદ કાયદાની અમૂક કલમો સામે રોક લગાવી દીધી છે.

કલમ 3,4,5 અને 6ના સુધારા પર હાઇકોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો છે.જે અનુસાર હવે, લોભ લાલચ પૂરવાર કર્યા સિવાય એફઆઈઆર દાલખ નહીં થઈ શકે. આ ઉપરાંત આંતરધર્મિય લગ્ન સામે ફરિયાદ નહીં થઈ શકે. હાઇકોર્ટે લવજેહાદ કાયદા પર કાયદાકીય અવલોકન કરી મહત્વનો ચુકાદો આપ્યો છે.

નોંધનીય છે કે લવ જેહાદ અંતર્ગત ગુજરાત ધર્મ સ્વાતંત્ર્યતા કાયદાના સુધારા સાથે એવી જોગવાઈ કરવામાં આવી છે કે, માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરાયેલા લગ્ન ફેમિલીકોર્ટ દ્વારા રદ કરવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ છળકપટ કે બળજબરીથી અથવા તો કોઈ પણ પ્રાકરના લોભ-લાલચ આપીને લગ્ન કરાવીને ધર્મ પરિવર્તન કરાવી શકશે નહીં. આ ગુનામાં કડક સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. ગુનામાં મદદ કરનાર કે સલાહ આપનારને પણ સમાન પ્રકાર દોષિત ગણવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ કાયદા હેઠળનો ગુનો બને દોષિતને 4થી 7 વર્ષની કેદ ઉપરાંત 3 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. લગ્ન કરાવનાર સંસ્થા કે સંગઠનો સામે પણ કાયદાની મુજપબ કાર્યવાહી કરવામાં આવશે અને આવી સંસ્થાઓના સંચાલકો સામે પણ 3થી 10 વર્ષની સજા અને પાંચ લાખ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. અન્ય ધર્મની મહિલા સાથે બળજબરીથી ધર્મ પરિવર્તન કરાશે તો ગુનો ગણવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.