વર્ષ 2013માં સુરતમાં નોંધાયેલા દુષ્કર્મ કેસમાં આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. સુરતમાં એક યુવતી દ્વારા નોંધાયેલી ફરીયાદ બાદ ગાંધીનગર કોર્ટ દ્વારા આસારામને દોષિત ઠરાવવામાં આવ્યો છે. આવતીકાલે સજાની જાહેરાત કરવામાં આવશે. તે કેસમાં કોર્ટે અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
સુરતની બે બહેનોએ નારાયણ સાંઈ અને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા શારીરિક શોષણ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે આ કેસમાં આશારામને દોષિત જાહેર કરવામાં આવ્યો છે જયારે અન્ય છ આરોપીઓને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.