થોડા સમય પહેલા જ હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારે આજ રોજ ગુજરાત કોંગ્રેસને લઈ વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલે આજ રોજ પાર્ટીમાંથી રાજીનામું ધર્યું છે. કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં કોઈ જવાબદારી નહિ મળી હોવાના આક્ષેપ વચ્ચે હાર્દિક પટેલે રાજીનામું ધરી દીધું છે.
હાર્દિકની છેલ્લા કેટલાક દિવસની ગતિવિધિઓ અને નિવેદનથી પણ તેનું કૉંગ્રેસ સાથે અંતર સ્પષ્ટ જણાતું હતું. ખાસ કરીને રાહુલ ગાંધી પણ ગુજરાત આવ્યા ત્યારે હાર્દિક સાથે વાત કરવાનું તો ઠીક, તેની નોંધ લેવાનું પણ ટાળ્યું હતું. રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની મળેલી ચિંતન શિબિરમાં પણ હાર્દિક પટેલની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.
રવિવારે નરેશ પટેલ સાથેની બેઠકમાં પણ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું કોંગ્રેસથી નારાજ છું જ, કોણ ના પાડે છે, આ વાત જગજાહેર છે. કોઈ પણ પાર્ટીની અંદર કોઈ પણ નેતા હોય તેની જવાબદારી નક્કી હોય છે