પેગાસસ સ્પાઈવેર હેકર્સ ના હાથમાં ચાલ્યા ગયા બાદ શરૂ થયેલી તપાસ વચ્ચે આ સોફ્ટવેર સરકારી સંસ્થાનો ને ન વાપરવા nsoની હિમાયત
વાયરલ વાયરસ ની સમસ્યા કેવા અનર્થ સર્જાય છે તેનો મૂળભૂત દાખલો ઇઝરાયેલી સોફ્ટવેર કંપની એ સરકારી સંસ્થાનો અને ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થા સાથે સંકળાયેલા લોકો આંતકવાદી અને ગુના ખોરી ની દુનિયા પર નજર રાખી શકે તે માટે બનાવાયેલા પેગાસસ સોફ્ટવેર દુનિયામાં હેકરો દ્વારા વ્યાપક પ્રમાણમાં દુરુપયોગ થઈ રહ્યો હોવાની જાણકારી મળતા જ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી જવા પામ્યો છે
ઇઝરાયેલી સર્વે લેન્સ સોફ્ટવેર કંપની એન એસ ઓ દ્વારા સમગ્ર વિશ્વના સરકારી સંસ્થાનો અને સુરક્ષા અધિકારીઓને હાલપૂરતા પેગાસસ ના ઉપયોગ ન કરવા જણાવાયું છે પેગાસસ સ્પાઈવેર નો અમેરિકા ફ્રાન્સ બ્રિટન ઓસ્ટ્રેલિયા ઇઝરાયેલ અને ભારત સહિતના મોટાભાગના દેશોમાં દુરુપયોગ અને વ્યક્તિગત જાસૂસી માટે થયો હોવાનું બહાર આવ્યું છે.
ભારતમાં પણ આ વાયરલ વાયરસ ચિંતાનો વિષય અને રાષ્ટ્રીય સુરક્ષા સામે મોટા પ્રશ્ન ના મામલે સંસદમાં પણ વિપક્ષ દ્વારા આ અંગેની તપાસ સહિતના મામલે ભારે હોબાળો મચાવ્યો છે વૈશ્વિક ધોરણે આ સોફ્ટવેર ના દુરુપયોગ ને લઈને ભારે ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે ત્યારે ઇઝરાયેલ સર્વેલન્સ સોફ્ટવેર કંપની એનએસએસ દ્વારા તમામ સરકાર સંસ્થાઓ ને આ સોફ્ટવેરનો ઉપયોગ હાલ પૂરતો રોકી દેવા હિમાયત કરી છે.
પેગાસસ નો દુર ઉપયોગ ક્યાં ક્યાં થયો છે તેની તપાસ દરમિયાન અનેક મોટા જાસૂસી કૌભાંડ બહાર આવે તેવું નિશ્ચિત મનાઇ રહ્યું છે