સામગ્રી
- ૬ બ્રેડ સ્લાઇસ
- ૨૦૦ ગ્રામ સોજી
- ૮૦ ગ્રામ મેંદો
- ૧૫૦ એમએલ દહીં
- ૨૦૦ ગ્રામ પાણી
- ૮૦ ગ્રામ ડુંગળી
- ૬૦ ગ્રામ ટામેટા
- ૧૦૦ ગ્રામ કેપ્સિકમ મર્ચા
- ૧૫ ગ્રામ ધાણા
- ૧ ટી સ્પૂન આદુની પેસ્ટ
- ૧ ટીસ્પૂન લીલા મરચા
- ૧ ટીસ્પૂન મીંઠુ
- ૧ ટીસ્પૂન તેલ
બનાવવાની રીત
એક બ્રેડ સ્લાઇસ લઇ અને તેની કિનારી કટ કરી લો. હવે બ્રેડ સ્લાઇસના ટૂંકડા કરી લો. બ્રેડમાં સોજી, મેંદો. દહીં અને પાણી એડ કરીને બ્લેન્ડ કરો. હવે પેસ્ટને એક બાઉલમાં નિકાળી લો. તેમાં ડુંગળી, ટામેટા, કેપ્સિકમ મરચા, ધાણા, આદુની પેસ્ટ લીલા મરચા અને મીંઠુ એડ કરો. હવે એક પેનમાં તેલ ગરમ કરો અને ખીરામાંથી ગોળાકાર ઉત્તપમ તૈયાર કરો. બંને બાજુ ધીમી આંચ પર શેકી લો. તૈયાર બ્રેડ ઉત્તપમને ચટણી સાથે સર્વ કરો.