નુડલ્સ તો નાનાથી લઇ મોટા સૌ કોઇના પ્રિય છે. પરંતુ મેંદામાંથી બનેલાં નુડલ્સને પચાવવા અધરા બને છે. ત્યારે વધેલી રોટલીમાંથ્ી બનાવેલાં સ્વાદિષ્ટ નુડલ્સ સ્વાદ ચાખી આંગળીઓ ચાટતા રહી જશો…..
સામગ્રી :
રોટલી – ૪ નંગ
તેલ – ૧ ચમચી
ડુંગળી – ૧ નંગ ચોપ કરેલી.
શીમલા મિર્ચ – ૧ ચોપ કરેલી
સોયા સોસ – ૧ ચમચી
ટમેટા સોસ – ૧ ચમચી
રેડ ચીલી સોસ – ૧ ચમચી
વીનેગાર – ૧ ચમચી
મીઠુ સ્વાદ અનુસાર
મરી પાઉડર જરુર મુજબ
ચપાટી નુડલ્સ બનાવવાની રીત :
સૌ પ્રથમ રોટલીને એક સાથે ઉપરા ઉપરી ગોઠવી ચાકુથી પાતળી પટ્ટીઓમાં કાપી લ્યો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ચોપ કરેલી ડુંગળી નાખી સાંતળી લ્યો. ત્યાર બાદ તેમાં બધા શાકભાજી નાખી મધ્યમ આંચ પર પાકવા દો. પછી તેમાં રોટલીઓની સ્ટ્રીપ્સ રાખી સોયા સોસ, ટમેટા સોસ, વીનેગાર, મરી પાઉડર, મીઠું નાખી મીક્ષ કરો. થોડી વાર પકાવ્યા બાદ તૈયાર છે તમારા ચપાટી નુડલ્સ.