સામગ્રી :
– ૬ બ્રેડ સ્લાઇડ
– ૨૦૦ ગ્રામ ખાંડ
– દુધ (મલાઇ વાળુ)
– તેલ
– એલાઇચી પાઉડર
બનાવવાની રીત :
- સૌ પ્રથમ બ્રેડને ચાકુથી ચારે બાજુ બ્રાઉન ભાગ કટ કરીને તેના નાના ટુકડા કરવા, ત્યાર બાદ તેમા એલાઇચી અને દુધ સાથે સારી રીતે મિશ્રણ કરવું.
- હવે ચાસણી બનાવવા માટે એક પેનમાં ૨ કપ પાણી સાથે ૨૦૦ ગ્રામ ખાંડ લઇને ચાસણી તૈયાર કરવી.
- હવે બ્રેડનું મિશ્રણ કરીને ગોળ રોલ કરવા ત્યારબાદ બ્રાઉન રંગ થાય ત્યાં સુધી તળવા.
- ત્યાર પછી તૈયાર થયેલા બ્રાઉન જાંબુને ચાસરણીમાં રાખી થોડીવાર બાદ ઠંડા ગુલાબ જાંબુ સર્વ કરો.