આર્જેન્ટિનાનો ફિફા વિશ્વકપના સેમિફાઇનલમાં ધમાકેદાર પ્રવેશ: પેનલ્ટી શૂટઆઉટમાં લિઓનેલ મેસીએ બે મહત્વપૂર્ણ ગોલ ફટકાર્યા

ફિફા વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં ચેમ્પિયન ટીમ બ્રાઝિલ અને 2018ની રનર અપ ટીમ ક્રોએશિયા વચ્ચે રમાઈ હતી. આ મેચ માટે બ્રાઝિલની ટીમ જીતની દાવેદાર માનવામાં આવી રહી હતી. પણ પેનલ્ટી શૂટઆઉટમાં 4 ગોલ કરીને ક્રોએશિયાની ટીમે ઐતિહાસિક જીત મેળવી હતી. બ્રાઝિલની ટીમને હરાવી ક્રોએશિયાની ટીમે ફિફા વર્લ્ડકપ 2022નો સૌથી મોટો અપર્સેટ પણ સર્જયો છે. આ રોમાંચક મેચમાં પ્રથમ હાફમાં બંને ટીમો દ્વારા ગોલ કરવાના ઘણા પ્રયત્નો થયા પણ એક પણ ગોલ ન થતા પ્રથમ હાફનો સ્કોર 0-0 રહ્યો હતો. ગોલકીપર ડોમિનિક લિવાકોવિક ક્રોએશિયાની ટીમ માટે એક અભેદ કિલ્લો બની ગયો હતો. તેણે બ્રાઝિલને સ્ટ્રાઈકર દ્વારા મારવામાં આવેલા એક શોર્ટને ગોલ પોસ્ટમાં જવા દીધો ન હતો. પેનલ્ટી શૂટઆઉટ માં ક્રોશિયાએ બ્રાઝિલનું સેમી ફાઇનલમાં પહોંચવાનું સ્વપ્ન રોળાઈ ગયું હતું. ક્રોએશિયાની ટીમે ફરી પેનલટી શૂટઆઉટમાં મોટી જીત મેળવી હતી. આ ટીમે પ્રી કવાર્ટર ફાઈનલમાં પણ પેનલટી શૂટઆઉટમાં બાજી મારી હતી.

ક્રોએશિયાના ગોલકીપર ડોમિનિક લિવાકોવિક આ મેચનો હીરો રહ્યો હતો. ક્રોએશિયાની ટીમે 4 વાર પેનલટીનો સામનો કર્યો છે. જેમાંથી તમામ 4 વાર તેમણે જીત મેળવી હતી. 2018 અને 2022માં બંનેવર્ષ 2-2 પેનલટી શૂટઆઉટ મેચનો ભાગ ક્રોએશિયાની ટીમ રહી હતી.બીજો કોટર ફાઇનલ ટીના અને નેધરલેન્ડ વચ્ચે રમાયો હતો જેમાં અરજન્ટીના તરફથી મેસીના બે મહત્વપૂર્ણ ગોલ ટીમને વિજય અપાવવામાં અત્યંત મદદરૂપ સાબિત થયા હતા પેનલ્ટી શૂટઆઉટ સુધી પહોંચેલા મુકાબલામાં ચાર ગોલ ફટકાયા હતા જ્યારે નેધરલેન્ડ ની ટીમ ત્રણ ગોલ ફટકારી શકી હતી.  ને ટીમ વચ્ચે એક્સ્ટ્રા ટાઈમ જે 30 મિનિટનો આપવામાં આવ્યો તેમાં ફરી વખત અર્જન્ટ ટીના અને નેધરલેન્ડ એ બે બે ગોલ નોંધાવ્યા હતા અને અંતે મેચ પેનલ્ટી શૂટઆઉટ માં રૂપાંતરિત થયો હતો જેમાં આર્જેન્ટિના ની ટીમે ચાર ગોલ ફટકારી વિજય હાંસલ કર્યો હતો અને સેમી ફાઇનલમાં પહોંચી ગયું હતું.

મેચ એટલી રોમાંચક હતી કે તેનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટમાં થયો હતો. મેચમાં આર્જેન્ટિનાના ગોલકીપર એમી માર્ટિનેઝે શાનદાર રમત બતાવી નેધરલેન્ડના કેપ્ટન વર્જીલ વેન ડાયક અને સ્ટીવન બર્ગહાઉસના શોટ્સ રોક્યા હતા. નેધરલેન્ડ માટે ટિયુન કૂપમીનર્સ, બાઉટ બેગોર્સ્ટ અને લુક ડી જોંગે ગોલ કર્યા હતા. બીજી તરફ લિયોનેલ મેસ્સી, લિયોનાર્ડો પરેડેઝ, ગોન્ઝાલો મોન્ટિયલ અને લૌટારો માર્ટિનેઝ આર્જેન્ટિના માટે ગોલ કરવામાં સફળ રહ્યા હતા. આ 4 ખેલાડીઓના દમ પર આર્જેન્ટિના ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડને 4-3થી હરાવવામાં સફળ રહી હતી. સેમીફાઈનલમાં અર્જેન્ટીના કઈ ટીમ સામે ટકરાશે તે હજી નકકી નથી પરંતુ તે વાત સ્પષ્ટ છે કે ફીકા વિશ્ર્વકપનો સેમીફાઈનલ મેચ અત્યંત રોમાંચક તબકકામાં જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.