આંખના પલકારામાં અને ઘડીના છઠ્ઠા ભાગમાં બ્રાઝીલમાં તુટી પડેલા ડેમે સર્જેલા જળપ્રલયમાં મહાવિનાશ વેરાઈ ગયું હતું હજુ વધુ મૃત્યુની દહેશત સેવાઈ રહી છે.
બ્રાઝીલ ખાણ વિસ્તારમાં આવેલા ડેમનો પાળો અચાનક રવિવારે તુટી પડતા ૫૮થી વધુના મૃત્યુ અને ૩૦૦ સ્થાનિક રહેવાસીઓ લાપત્તા બની ગયેલાના અહેવાલો રવિવારે દુર્ઘટના બાદ તુરત જ શરૂ કરવામાં આવેલ બચાવ રાહત કાર્યમાં આંકડા મળી આવ્યા હતા. મૃત્યાંક હજુ વ્યાપક રીતે વધે તેવી દહેશત વ્યકત કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૫૮ મૃતદેહો પૂરના પાણી ફરી વળ્યા બાદ કાદવ કીચડમાં દટાયેલા મળી આવ્યા હતા.
બ્રાઝીલના કોરેગોડે ફૈયજાવ, ખાણ વિસ્તારમાં ગઈકાલે વહેલી સવારે ૫.૩૦ વાગે એકાએક ડેમનો પાળો તૂટયા પહેલા દક્ષિણ બ્રાઝીલના ખાણીયા વિસ્તારમાં ડેમની સપાટી ભયજનક રીતે વધીને તબાહી તરફ ધપતી હોવાની જાહેરાતના લાઉડ સ્પીક્રો ગુજી ઉઠ્યા હતા.
પૂરગ્રસ્ત વિસ્તારમાં એકાએક ફરી વળેલા પાણીએ ખાણ વિસ્તારની સાઈડો પર કામ કરવા માટે રોકાયેલા મજૂરો અને ટન બંધ ખાણ સામગ્રી, મશીનરી કામના એકાએક પાણીમાં ડુબી ગઈ હતી.
ડેમનો પાળો તૂટી પડવાથી ખાણીયા વિસ્તારમાં જળપ્રલયના અહેવાલના પગલે સ્થાનિક પ્રશાસન અને રેસ્કયુ ટીમની સાથે સાથે સેવાભાવી યુવાનોએ તાબડતોબ બચાવ રાહત કામગીરી શરૂ કરી દીધી હતી.
સરકારી પ્રવકતા અને નાગરીક સર્વેક્ષણ મંત્રાલય દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં ખોવાયેલા વ્યકિતઓની ભાળ મેળવવા હેલીકોપ્ટરની મદદ લેવાઈ હતી.
૧૨ થી વધુ હેલીકોપ્ટરોને ડેમના પાણી જયાં જયાં ફરી વળ્યા છે. અને કાદવના રગડાથી ચોખ્ખા વિસ્તાર દટાઈ ગયા છે. ત્યાં ૫૮ના મોત ની સાથે સાથે જે ૩૦૦થી વધુ નાગરીકો લાપતા બન્યા છે. તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સરકારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને સહાયની જાહેરાતની સાથે સાથે બ્રાઝીલ સરકારે દુર્ઘટનાના કારણની તપાસ હાથ ધરી છે.
દુર્ઘટનાથી અમે ખૂબજ અવાચક સ્થિતિમાં મૂકાઈ ગયા હતા એકાએક ધડાકા સાથે કંઈક અજુગતુ થયાનો અણસાર આવ્યો હતો. પરંતુ શઉ? થયું છે તેનો વિચાર કરીએ તે પહેલા જ બધુ ખેદાન મેદાન થઈ ગયું હતુ દક્ષિણ પશ્ચીમ વિસ્તારમાં ૧૫ વર્ષથી રહેતા એક ખેડુતે આપવિતિ કહી હતી.
બ્રાઝીલના પ્રમુખ ઝેરૂબોલ્સોનાર્ડએ આ દુર્ઘટના અંગે ખેદ સાથે ટયુટર પર ભોગ બનનારાઓ અંગે દિલસોજી વ્યકત કરી બચાવ રાહત કામગીરી ઝડપથી પૂરી કરવા અને ખોવાયેલા લોકોને હેમખેમ શોધવાના આદેશો જાહેર કર્યા હતા. આ મૃત્યાંક વધે તેવી દહેશત રહી છે.