વિશ્વમાં વોટ્સએપનો ઉપયોગ કરનાર બ્રાઝિલ બીજા ક્રમે: સેન્ટ્રલ બેંક દ્વારા ડેટા પ્રાઇવસીને લઇ વોટસએપ પેમેન્ટ પર પ્રતિબંધ લગાવાયું

ર૧મી સદીમાં ડીઝિટલાઇઝેશન રોજ નવી નવી ઉપલબ્ધ પ્રાપ્ત કરી રહ્યું છે. વિશ્ર્વના દેશો હાલ ટેકનોલોજીને મહત્વ આપે છે. પહેલાના સમયમાં પૈસાનું ચુકવણું રોકડા ચેક ડ્રાફટની વ્યવસ્થા હતી.  પરંતુ હવેના ડિઝિટલ યુગમાં પેમેન્ટની નવી વ્યવસ્થા ડિઝિટલ પેમેન્ટ આવ્યું છે. જેમાં મોબાઇલની એક એપ્લીકેશનથી પૈસાનું ચુકવણું કરતા થયા છે. ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ બાદ ગુગલ છે. ફોન પે જેવી એપ્લીકેશનના માઘ્યમથી વરચ્યુઅલ પેમેન્ટ થાય છે. ત્યારે તાજેતરમાં જ વોટસ એપ દ્વારા બ્રાઝીલમાં ડીઝિટલ પેમેન્ટ ની વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. ડિઝિટલ પેમેન્ટનો જેટલો ફાયદો છે તેનું તેટલું જ નુકશાન છે. ત્યારે બ્રાઝીલ દ્વારા વોટસએપ પેમેન્ટની સિસ્ટમ ડેટા પ્રાઇવસીના કારણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

વોટસએપ દ્વારા તાજેતરમાં બ્રાઝીલ ખાતે વોટસએપ ચેટની સાથે સાથે પેમેન્ટ કરવાની વ્યવસ્થા પણ આપવાની શરુ કરવામાં આવ્યું હતું. જેમાં વોટસ એપ એ માસ્ટર કાર્ડ અને વિઝા કાર્ડ સાથે સંધી કરેલી હતી. ત્યારે સેન્ટ્રલ બેંક દ્વારા વોટસ એપના ડિઝિટલ પેમેન્ટ પર રોક લગાવતાં જણાવ્યું હતું કે પ્રાઇવસી વિશે માહીતી મેળવ્યા વગર ડિઝિટલ પેમેન્ટ શરૂ કરવાથી હરીફાઇની સાથે સાથે કાર્યક્ષમતા અને યુઝર્સની સાથે સાથે પેમેન્ટ ના ડેટાની સીીકયુરીટી પર ખતરો આવી શકે છે. વોટસ એપ દ્વારા ગયા અઠવાડીયે બ્રાઝીલ દેશમાં ડિઝિટલ પેમેન્ટ કરવાની વ્યવસ્થા શરૂ‚ કરવામાં આવી હતી જેમાં વોટસએપ ચેટની સાથે સાથે પેમેન્ટનું જોડાણ કરવાની સુવિધા આપવામાં આવી છે. વોટસ એપ ના માલીક સ્ટીની મીટીંગ બાદ આ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. બ્રાઝીલમાં ૧ર૦ મીલીયન વોટસએપ યુસઝ છે જે ભારત પછી બીજા ક્રમે આવે છે.

વોટસ એપના વકતાએ જણાવ્યું હતું કે બ્રાઝીલમાં વોટસએપ મેસેજીંગ સીસ્ટમ ચાલુ જ છે અને જો સેન્ટ્રલ બેન્ક પેમેન્ટ કરવાની છુટ આપશે ની પેમેન્ટ સર્વિસ પણ શરુ કરવામાં આવશે.

બ્રાઝીલમાં વોટસ એપ પેમેન્ટ ઉપભોકતા અને વેપારી વચ્ચે ચુકવણીની સર્વિસ સેન્ટ્રલ બેન્કની પરવાનગી મેળવ્યા વગર શરુ કરવામાં આવ્યું હતું ઘણા લોકોનું માનવું હતું કે આ વધુ પડતું છે. જયારે ઘણા લોકોનું માનવું છે કે ડિઝિટલ પેમેન્ટ થી પ્રાઇવસીને નુકશાન પહોંચાડી શકે તે વોટસ એપ દ્વારા બ્રાઝીલની ફીન્સનું બેંક, સ્ટેટ ક્ધટોલ બેંકો બ્રાઝીલ અને વીઝા તેમજ માસ્ટર કાર્ડ સાથે જોડાઇને ડિઝિટલ પેમેન્ટ શરૂ કરવામાં આવ્યું હતું.

બ્રાઝીલમાં સીલીએ સૌથી મોટી ડિઝીટલ પેમેન્ટ પ્રોસેસર છે. વોટસ એપ પેમેન્ટ સર્વિસની જાહેરાતથી સીલી કંપનીના શેરમાં ૩૦ ટકાનો વધારો થયો છે.

નવેમ્બરમાં પીક્ષ નામની ઓનલાઇન પેમેન્ટ સર્વિસની શરુઆત સેન્ટ્રલ બેન્ક દ્વારા કરવામાં આવનાર છે જેમાં ૯૮૦ ભાગીદારો હશે.

પ્રાઇવેટ બેન્કો પણ પોતાના ગ્રાહકોના ડેટાની સંભાળને લઇને ચિંતિત જોવા મળે છે. બ્રાઝીલમાં વોટસ એપ પેમેન્ટ બંધ કરવા પર ફેસબુક અને વિમાએ તાત્કાલીક કોઇ પ્રતિસાદ આપ્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.