કોઈપણ સપનું સાકાર કરવા માત્ર એક મહેચ્છાની જરૂર હોય છે… તે વાતને જૂનાગઢ તાલુકાના ખડીયા ગામની યુવતીએ સાર્થક કર્યું છે. જૂનાગઢની આ જોશીલી અને ખડતલ યુવતીએ 17 553 ફૂટની ઊંચાઈ ધરાવતું હિમાચલ પ્રદેશનું બરફ આચ્છાદિત યુનમ શિખર સર કરી, ગુજરાત અને ખાસ કરીને સોરઠને ગૌરવવંતુ ગૌરવ અપાવ્યું છે.
જૂનાગઢ તાલુકાના ખડીયા ગામે રહેતી જલ્પાબેન રણમલભાઇ આહિરે હિમાચલ પ્રદેશના 17 553 ફૂટ ઊંચાઇ ધરાવતા યુનમ શિખરને ક્યારેય જોયું પણ ન હતું અને આ બરફ આચ્છાદિત શિખર સર કરવાનું જલ્પાબેનએ મગજમાં ઠસાવી લીધું હતું. પરંતુ કહેવાય છે ને કે, જેની મહેચ્છા ઉત્તમ તે સર્વોત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. તે જ રીતે ખડીયા ગામની આ યુવતીએ હિમાચલ પ્રદેશનું બરફ આચ્છાદિત યુનમ શિખરને 14 સ્પર્ધકોની વચ્ચેે સર કરી બતાવી, પોતાના પરિવાર, પોતાના સમાજ અને સમગ્ર જૂનાગઢ જિલ્લાની સાથે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.
આ અંગે પુનમબેન આહિરના જણાવ્યા અનુસાર, તાજેતરમાં હિમાચલ પ્રદેશના યુનમ શિખર સર કરવાની સ્પર્ધા યોજાઇ હતી અને તેમાં કુલ 14 સ્પર્ધકો હતાા. જેમાં પુનમબેન ગુજરાતમાંથી એકમાત્ર સ્પર્ધક હતાા, આ બરફ આચ્છાદિત શિખર ઉપર માઇનસ ડિગ્રીમાં તાપમાન હતું અને શિખરની ઊંચાઈ પણ વધુ હોવાથી ઓક્સિજનની પણ માત્રા ખૂબ ઓછી હતી જેને લઇને શ્વાસ લેવામાં ભારે મુશ્કેલી પડતી હતી. તેમ છતાં આ શિખરને સર કરવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો અને 17553 ફૂટના યુનમ શિખરને હિંમતપૂર્વક કરી સર કર્યો હતો.