ભારતમાં મહિન્દ્રાની સ્ટાયલિશ SUV XUV 300 આવી રહી છે. નવા ફેરફારો સાથે આ સમયે ભારતમાં યુટિલિટી વ્હીકલ સેગમેન્ટમાં મહિન્દ્રાનાં સૌથી વધુ મોડલ્સ લોન્ચ કરે છે. મહિન્દ્રા નવી SUV બનાવવા માટે ssangyong અને Pininfarina’s કંપનીની મદદ લેશે.મહિન્દ્રાની બે SUV Ssangyong Tivoli ના પ્લૅટફૉર્મ પર બેસ્ડ થશે તેનું કોડનેમ S201 અને S202 છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે S201નું નામ કદાચ XUV 300 રાખવામાં આવી શકે છે. કારણ કે આ કારની ડિઝાઇન XUV 500ને ઘણી બધી મળતી આવે છે.
ફેબ્રુઆરી 2019 ની શરૂઆતમાં મહિન્દ્રા XUV 300 ભારતમાં લોંચ કરવામાં આવશે .નવી મહિન્દ્રા XUV 300 માં ઘણા નવા ફીચર્સ પણ આપે છે . આ કારમાં 7-એરબેગ્સ, સનરૂફ, LED પ્રોજેક્ટર હેડલેમ્પસ અને Led ટેલલેમ્પસ, 17-ઇંચ એલોય વ્હીલ્સ અને આવી ઘણી બધી અલગ અલગ સુવિધાઓ છે. આ નવી મહિન્દ્રા XUV 300 Maruti suzuki vitara brezza અને ford ecosport સાથે મારસે ટક્કર.
એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે નવી મહિન્દ્રા S201માં 1.2 લિટર જી80 ટર્બો પેટ્રોલ અને 1.5 લિટર ડીઝલ એન્જિન આપવામાં આવશે. મહિન્દ્રા નવું 1.6 લિટર ડીઝલ એન્જિન અને 1.5 લિટર પેટ્રોલ એન્જિન ડેવલોપ કરી રહી છે. આ કારમાં જે એન્જિન આપવામાં આવી શકે છે તેમાં 1.2 લિટર વેરિએન્ટ 100 BHP પાવર અને 180 nm ટોર્ક જ્યારે 1.5 લિટર વેરિએન્ટ 140 BHP પાવર અને 240 nm ટોર્ક જનરેટ કરી શકે છે. આ કારની અંદાજીત એવરેજ 15 કિ.મી. પ્રતિ લિટરની આસપાસ હશે.
કદાચ બની શકે કે એ એન્જિન્સ પણ આ કારમાં આપવામાં આવે . આ કારમાં 5 સ્પીડ મેન્યુઅલ an AMT ઓપ્શન ટ્રાન્સમિશન આપવામાં આવી શકે છે, અથવા તો 6 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન પણ આપી શકે છે.
આ નવી એસયુવીમાં મોનોશોક બોડી છે . S201 મોટી દેખાઇ રહી છે, હાય ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને બિગ કેબિન સ્પેસ આપવામાં આવશે નવી મહિન્દ્રા XUV300 Ssangyong Tivoli પર આધારિત રહશે અને કંપની દાવો કરે છે કે આ SUV વધુ પ્રીમિયમ અને હાઇ ટેક ફીચર્સ આપશે. આ SUV પેટ્રોલ અને ડીઝલ એન્જિન સાથે આવશે. ટ્રાન્સમિશન તરીકે, કંપની 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપે છે. અને કંપની લૉંચ ના સમય એ ઓટોમેટિક ટ્રાન્સમિશન નહીં આપે. અને મહિન્દ્રા S201એ નુવોસ્પોર્ટનું રિપ્લેસમેન્ટ છે. જે કોમ્પેક્ટ એસયુવીમાં એવરેજ પરફોર્મન્સ કરી રહી છે.
આ કાર ના ફીચર્સ અને એન્જિનને જોતાં લાગે છે કે જ્યારે આ કારને લોન્ચ કરવામાં આવશે ત્યારે તેની કિંમત 9 લાખથી 13 લાખ રૂપિયાની સુધી રેહવાની શક્યતા છે.