રાહુલ ગાંધી, જામનગર:
જામનગરનો બ્રાસ ઉદ્યોગ સમગ્ર વિશ્ર્વમાં નામના ધરાવે છે અને લાખો લોકોને રોજી પુરીપાડે છે. તથા સરકારને કરોડો રૂપિયાની વેરાઆવક કરાવે છે. આ અતિ મહત્વના ઉદ્યોગના બૂરાહાલ છે. પ્રથમ નોટ બંધી અને બાદમાં કોરોનાસર્જિત લોકડાઉનને કારણે ઉપરાઉપરી બેકારમા ઘા સહન કરનાર આ બ્રાસ ઉદ્યોગને ત્રીજો ફટકો પડ્યો છે. 2021 નું વર્ષ બ્રાસઉદ્યોગ માટે અપશુકનિયાળ પૂરવાર થઈ રહ્યું છે. વર્ષના પ્રારંભે, આ ઉદ્યોગના કાચા માલ એવા બ્રાસ સ્ક્રેપ (ભંગાર)નો ભાવ પ્રતિ કિલો રૂા. 305-320 રહેતો હતો. તે સતત વધીને 18 ઓક્ટોબરની સ્થિતિએ રૂા. 504-505 નો ઓલટાઈમ હાઈના આંકડે પહોંચી જતા બ્રાસ ઉદ્યોગમાં સાંપો પડી ગયો છે.
એક તરફ દેશ આખો ઈંધણો સહિતની કાળઝાળ મોંઘવારીમાં પિસાઈ રહ્યો છે. બીજી બાજુ કોરોના લોકડાઉન પછી ઉગરી જવાનો આરોશોધતો જામનગરનો બ્રાસ ઉદ્યોગ બ્રાસ સ્ક્રેપની લાલચોળ એકધારી તેજીને કારણે લગભગ ઠપ્પ ની સ્થિતિમાં જઈ રહ્યો છે. વિશ્ર્વના વિવિધ દેશોમાંથી ઈમ્પોર્ટ થતો બ્રાસ ભંગાર જામનગરના બ્રાસપોર્ટ ઉદ્યોગ માટેના કાચો માલ છે. આ કાચા માલનો ભાવ 2021 ના આ દસેય મહિના દ્વારા સતત, વનસાઈડ વધ્યો હોય નાના કારખાનેદારો ઉદ્યોગપતિઓની હાલત કફોડી બની ગઈ છે.
કાળજાળ મોંઘવારી વચ્ચે નાના ઉદ્યોગકારોને મોટો ફટકો: એક્ષ્પોર્ટ સિવાયના લગભગ યુનિટને તાળા લાગે તેવી સ્થિતિ
દરરોજ ભંગારનો ભાવનવી ઓલટાઈમ હાઈ સપાટી બનાવે છે. જામનગરનો બ્રાસ ઉદ્યોગ અંદાજે 8 થી 10 હજાર કારખાના ધરાવે છે જે પૈકી 80 ટકા કારખાનાઓ નાના છે, દસેક ટકા કારખાના મોટા છે અને દસેક ટકા ઉદ્યોગો નિકાસ લક્ષી એકમો છે 2021 ના પ્રારંભે બ્રાસ સ્ક્રેપની બજાર રુ. 300 ના આંકડે પહોચી ત્યારે, લોકડાઉનમાંથી બહાર આવેલા આ ઉદ્યોગને કાચામાલની પડતરના ઉંચાભાવની ફડક પેસીગયેલી જે સાચી પડી છે પાછલા 10 માસ દરમ્યાન બ્રાસ સ્ક્રેપની બજાર પ્રતિ કિલો રૂ 503-505 ના ઓલટાઈમ હાઈનેસ્પર્શી ગઈ છે. જેને કારણે નાના રોકાણકારો (કારખાનેદારો)ને બજારમાં ટકવું મુશ્કેલ થઈ ગયું છે.
આ ભાવવદારાને કારણે મેટલ ક્ધવર્ઝેશન એટલે કે, બાસના હાર્ડવેરની જગ્યાએ સ્ટીલનું ચલણવધવા તરફ જઈ રહ્યું છે જામનગરમાં અત્યારે પ્રિસિઝન (સૂક્ષ્મ, ટેકનિકલી એડવાન્સ વગેરે) પાર્ટસને બાદ કરતા સમગ્ર બિઝનેશમાં ઓલઓવર મંદિ જોવા મળે છે.
જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના તથા જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ મુખ્ય તુલસીભાઈ ગજેરા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું છે કે, વૈશ્ર્વિક સ્તરે બ્રાસભંગારમાં લાલચોળ ભાવવધારો છે. ઈમ્પોર્ટ દરમિયાન અગાઉ જે શિપિંગ 700 ડોલરમાં થતા તે હાલ 3500-3600 ડોલરના થઈ રહ્યા છે. બ્રાસસ્ક્રેપ ડીમાન્ડ આટલા ઉંચાભાવે પણ વધી રહી છે. જેને પરિણામે બ્રાસ સ્ક્રેપની સપ્લાઈમેનમાં પણ સમસ્યાઓ પેદા થઈ છે. અને બજાર હજુ વધુ આકરી બની શકે છે. એમ તેઓએ વાતચીતમાં અંતમાં જણાવ્યું હતું.