હવે ગાયની કેબિનેટ યોજાશે
પ્રાચીન ભારતમાં ગાયને જ કામધેનુનો દરજ્જો અપાયો હતો: ગૌ આધારિત વિરાસતને ખરા અર્થમાં સમૃધ્ધિ ગણવામાં આવતી હતી જે વર્ગ અને ગામ પાસે વધુ ગૌ ધન હોય તેને સમૃધ્ધ ગણવામાં આવતું હતું: ઘી-દૂધનું પંચગવ્ય નાણાને બદલે વિનીમય તરીકે ગણવામાં આવતું: એક જમાનામાં લોપ થયેલી ગૌ સંસ્કૃતિ ફરીથી ઉજાગર કરવા મધ્યપ્રદેશમાં ગૌ કેબિનેટની રચના થઈ
ભારત વર્ષમાં પ્રાચીનકાળથી ગાય આધારીત અર્થતંત્રની આધાર શિલા પર સામાજીક આર્થિક વિકાસનો વિનીમય થતો હતો. એક જમાનો હતો કે, જ્યારે ગૌ આધારીત અર્થતંત્રને જ મુખ્ય વિનીમયનું માધ્યમ ગણવામાં આવતું હતું. જે વ્યક્તિ, સમૂહ કે ગામ પાસે વધુ ગાયો અને ગૌ ધનની વિરાસત વધુ હોય તેને સંપતિવાન ગણવામાં આવતા હતા. અર્થતંત્રનો ખરો આધાર ગાય ગણવામાં આવતી હતી. રોકડા રૂપિયાના બદલે ઘી-દૂધના વિનીમયને અર્થતંત્રનું માધ્યમ ગણવામાં આવતું હતું. સમય અંતરે ગાયનું મહત્વ અને ગાય આધારિત અર્થતંત્રનું લોપ થતો ગયો અને ત્યારપછી ભારતમાં દ્રષ્ટિ હિનતાના અભાવે ગૌસુરક્ષા સામે પ્રશ્ર્ન ઉભા થયા હતા અને ગાયોનું નાશ થવા લાગ્યો. એક જમાનો આવ્યો કે, ગાયના અસ્તિત્વ સામે સવાલો ઉભા થયા પરંતુ દાયકાઓ પછી ફરીથી ભારતમાં ગાય અને ગૌ ધનનું મહત્વ સમજાયું છે. ગાયુનું મહત્વ જે યુગમાં સમજાવાનું શરૂ થાય ત્યાં ઉન્નતિ અને પ્રગતિના પગરણ મંડાય. ગાયને અપનાવનાર સુખી થાય અને ગાયની ઉપેક્ષા કરનારને મોટી આફતમાં સપડાવું પડે છે. એક જમાનામાં ગાયને કામધેનુ ગણવામાં આવતી હતી અને તેના આધારે જ અર્થતંત્ર અને સામાજીક વહેવારો ગોઠવવામાં આવતા હતા. સમય અને સંજોગો ક્યારેય એક જેવા રહેતા નથી. ફરીથી ગાયને કામધેનુનું રૂપ આપવાની દિશામાં અસરકારક રીતે પ્રગતિ થઈ રહી છે.
ગાયને માતાનું બિરુદ આપવામાં આવ્યું છે. ગાયના સામાજીક અને આર્થિક ઉપયોગની સાથે સાથે ગૌસંરક્ષણ માટે અનેક કાયદાઓની રચના કરવામાં આવી છે. હવે મધ્યપ્રદેશ સરકારે સૌપ્રથમવાર દેશમાં ન ભુતો ન ભવિષ્ય હોય તેમ ગાયની કેબીનેટ રચવાનું ક્રાંતિકારી પગલુ ભર્યું છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા ગાય કેબીનેટની રચના કરી ગૌસંવર્ધન, ગૌસુરક્ષાને લઈને સંગીન વ્યવસ્થા માટે એક ક્રાંતિકારી અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી વિડિયો કોન્ફરન્સમાં તેમણે ગોપાલાષ્ટમીના અવસરે ભગવાન શ્રીકૃષ્ણના ગૌપ્રેમની યાદીમાં આ નિર્ણય લીધો હતો. મુખ્યમંત્રી બુધવારે સ્વાગત ગાય કેબીનેટની રચનાની જાહેરાત કરી ગૌસુરક્ષા અને ગૌસંવધર્નના કાર્યને વધુ વેગવાન બનાવવા નિર્ધાર કર્યો હતો. મધ્યપ્રદેશના પશુ સંવર્ધન વન પંચાયત શહેરી-ગ્રામ્ય વિકાસ, મહેસુલ, ગૃહ, કૃષિ વિકાસ પરિયોજનાઓને ગાય કેબીનેટના કાર્યક્ષેત્રમાં આવરી લેવામાં આવશે. દેશમાં ગાય માટેની ખાસ કેબીનેટની રચના કરીને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે એક નવી જ દિશા કંડારી છે. ગાયનું દૂધ અમૃત સમાન છે, દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે. દૂધને જીવસૃષ્ટિનો આધાર માનવામાં આવે છે. આપણામાં કહેવત છે કે, દૂધે વાળુ જે કરે તેના ઘેર વૈદ્ય ન જાય. ગાયને સાચા અર્થમાં કામધેનું બનાવવા માટે સરકારે ગાય કેબીનેટનું નિર્માણ કર્યું છે. દૂધનું દૂધ નહીં પરંતુ બ્રાન્ડીંગ કરવાની દિશામાં એક મહત્વનું પગલુ ભરવામાં આવ્યું છે.
દૂધને ‘અમૃત આહાર’ ગણવામાં આવે છે. દરેક સજીવને માતાના ધાવણ થકી જ જીવન જીવવાની શક્તિ પ્રાપ્ત થાય છે ત્યારે દૂધ દરેક માટે અનિવાર્ય છે. દૂધને અમૃત ગણવામાં આવે છે. કહેવત છે કે, દૂધે વાળુ જે કરે તે તેના ઘેર વૈદ્ય ન જાય. સંપૂર્ણ આહાર તરીકે દૂધનું સેવન અમૃતમય છે. અત્યારે દેશમાં વિવિધ ઉદ્યોગોના ક્ષેત્રમાં વૈશ્ર્વિક કક્ષાએ દૂધનું ખુબજ મહત્વ રહ્યું છે. ૨૦૧૯માં દૂધનું ટર્નઓવર ૫.૧૩ અબજ અમેરિકન ડોલર થયું હતું અને ૨૦૨૬ સુધીમાં આ વ્યવસાય ૨૬.૩ અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. ૨૦૧૯ થી ૨૦૨૬ સુધી ૨૨.૫ ટકા સુધીનો વધશે. ભારતમાં દૂધનો વપરાશ ખુબજ મોટો છે. પશ્ર્ચિમના દેશો પણ દૂધ પીવે છે. ભારતીય લોકો દૂષિત પીણાથી માંડીને મીઠાઈની સજાવટ, ગુણવતા ધાર્મિક અને સાંસ્કૃતિક વિધિમાં દૂધનો ઉપયોગ કરે છે. દૂધનો ભરેલો ગ્લાસ અહીં સીહાટથી લઈને સુહાગરાત સુધી ઉપયોગી છે. આંકડાકીય દ્રષ્ટિએ વૈશ્ર્વિક દૂધ ઉત્પાદમાં ભારતનો પાંચમો ભાગ છે. બજારના સંરક્ષણમાં ભારતનો ડેરી ઉદ્યોગ ૧૦૫૨૭ અબજ રૂપિયા થવા જાય છે અને તેની વિકાસની ટકાવારી ૧૫ ટકા છે.
૨૫ વર્ષ પહેલા એનડીડીબીએ શહેરી વિસ્તારમાં દૂધના વપરાશને પ્રોત્સાહન આપી આટ્રોનિક દૂધની જાહેરાતો કરીને ૧૯૭૦માં વર્ગીઝ કુરીયને શ્ર્વેત ક્રાંતિ રચી.
અત્યારે ૨૦૨૦ના દૌરમાં જ્યારે કોરોનાથી સમગ્ર વિશ્ર્વ હચમચી ગયું છે ત્યારે અમુલ દૂધ પીતા હૈ ભારત જેવી જાહેરાતો ટીવી પર દેખાવા લાગી છે. દૂધમાં રોગપ્રતિકારક શક્તિના ભંડાર ભરેલા છે ત્યારે દૂધને કોરોનાથી બચવા માટેની અકસીર ઈલાજ તરીકે જોવામાં આવી રહ્યો છે. રોગચાળા દરમિયાન દૂધ અને ડેરીફાર્મની જાહેરાતો વધી છે. ગાયનું દૂધ બીટાકેસીન પ્રોટીનથી મુક્ત છે તેથી તે ખુબજ અસરકારક છે. હવે વિશ્ર્વમાં દૂધના માર્કેટીંગ અને તેના બજારને વિકસાવવાની એક નવી હોડ ઉભી થઈ છે. પરાગ મીલ્ક ફૂડના અકસાલી શાહનું કહેવું છે કે, પ્રાઈડ ઓફ કાઉ જેવા દૂધની માર્કેટીંગનો હવે જમાનો મેંગ્લોરની મિલ્ક લોન પોતાની દૂધના ઉત્પાદનોને એન્ટીબાયોટીક તરીકે વેંચે છે. કુપોષણના મુદ્દાઓ પણ ચમકે છે. હવે શ્ર્વેતક્રાંતિના બદલે દૂધ ઉદ્યોગમાં નવી જ ક્રાંતિ ચાલી રહી છે. જ્યાં સૂધી આ ક્ષેત્રમાં નવા પ્રવેશ કરનારને લાભ ન થાય ત્યાં સુધી ગ્રાહકો સુધી પહોંચવાના પ્રયાસો ચાલુ રહે છે. દૂધની વાત આવે ત્યારે ગ્રાહકો હવે ઉજળુ એવું દૂધ જોઈને જે મળે તે પી લેવાની માનસીકતામાથી બહાર આવ્યા છે અને ગ્રાહકો બ્રાન્ડેડ અને વિશ્ર્વાસપાત્ર કંપની તરફ વળી રહ્યાં છે. ગ્રાહકો ડેરીમાં દૂધ ઉત્પાદન પશુઓની સંભાળ વિશે પણ પ્રશ્ર્નો પુછતા થયા છે. આમ દૂધ ઉત્પાદનથી માંડી તેના વિતરણ અને વિપરાશ સુધી ડિજીટલ ક્રાંતિનો અવિરભાવ ઉભો થયો છે.