તંદુરસ્ત રાજકોટના નિર્માણ માટે એસએફ હેલ્થટેક અને શૌર્ય સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ દ્વારા ક્રોસફન્કશનલ બોક્સનો પ્રારંભ
રાજકોટવાસીઓ સ્ફૂર્તિલા અને તંદુરસ્ત રહે તે માટે પ્રયાસ ના ભાગરૂપે દેશભરમાં ધૂમ મચાવતી ક્રોસફન્કશનલ બોક્સ નો એસએફ હેલ્થટેક અને શૌર્ય સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ દ્વારા રાજકોટ માં સૌપ્રથમ વાર અખાડા જેવી પદ્ધતિ સાથે ક્રોસફન્કશનલ બોક્સનો રંગારંગ પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં મુંબઇ સ્થિત એસએફ હેલ્થટેકના કો – ફાઉન્ડર અને બ્રાન્ડ એમ્બેસેડર તથા સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર શિવોહમ સાથે તેમના ધર્મપત્નિ વૃંદા ઊપસ્થિત રહ્યા હતા. આ સાથે શૌર્ય સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગના ફાઉન્ડર દર્શક વેકરિયાએ સાથે મળી પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં શિવોહમ અને દર્શક દ્વારા રાજકોટવાસીઓ માટે તંદુસ્ત નિર્માણ અને સ્ફૂર્તિલા ઘડતર માટેની તૈયારીઓ બતાવી હતી. આ બ્રાન્ડ દ્વારા બીગ બી, રપણબીર સિંહ સહિતની સેલીબ્રીટીને ફિટનેસ ટ્રેનિંગ આપી છે.
વર્ક આઉટ માટે સારા ટૂલ્સ પણ જરૂરી: શિવોહમ
અબતક સાથેની વાતચીતમાં શિવોહમએ જણાવ્યું હતું કે જિમમાં પરસેવો પાડવાથી ફીટ ન રહી શકાય. તેની સાથે જે ટૂલ્સનો ઉપયોગ કરીએ તે પણ ગુણવત્તા સબળ હોવા જોઈએ. જે માટે અમે લોકોએ એસએફ હેલ્થટેકની સ્થાપના કરી. જેમાં ક્યાં ટૂલ્સ કેવી રીતે સાર્થક નીવડે તેના પર ધ્યાન આપવામાં આવે છે. સાથે ફક્ત ટૂલ્સના ઉપયોગથી નહીં માનસિક સંતુલન અને પેસેનેટિવ હોવું પણ જરૂરી છે. ક્રોસફન્કશનલ બોક્સ પદ્ધતિમાં ટૂલ્સના પ્રોપર ઉસ અને ક્રોસસફિટ અંગે સચોટ જ્ઞાન સાથે રાજકોટના લોકો ને તંદુરસ્ત અને સ્ફૂર્તિલા રાખવા પ્રયાસ કરવામાં આવશે. જેમાં ત્રણ વર્ષ સુધી તાલીમ લઈ રાજકોટના લોકો ને દર્શક વેકરિયા પ્રોપર ટ્રેઈન કરશે. ક્રોસફન્કશનલ બોક્સ માં અખાડા જેવી પદ્ધતિ થી પણ તંદુસ્ત રહી શકાય છે અને સાથે માનસીક સંતુલન જાળવી બોડી મુમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી શરીરએ સ્વસ્થ રાખી શકાય છે.
ફક્ત કસરત નહીં, માનસિકતા પણ ફિટનેસ માટે જરૂરી: વૃંદા
અબતક સાથેની વાતચીતમાં વૃંદા એ જણાવ્યું હતું કે શરીર ની ફિટનેસ માટે ફક્ત કસરત કરવી જરૂરી નથી. સાથે માનસિક સમતુલા અને તણાવ મુક્ત રેહવું પણ જરૂરી છે. લોકો મનથી ખુશ રહી શરીરને તણાવ મુક્ત રાખી પ્રોપર બોડી મુમેન્ટ સાથે લોકો પોતાને ફીટ રાખી શકે છે. જે પ્રક્રિયા મનોચકિત્સકમાં જાણવામાં નહીં આવતું તે પક્રિયા મન પર કાબુ રાખવાની હોય છે.
રાજકોટીયન્સ ના બોડી મુમેન્ટ પર ફોકસ કરવાની જરૂર: દર્શક વેકરિયા
અબતક સાથે ની વાતચીતમાં શૌર્ય સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગના ફાઉન્ડર દર્શક વેકરિયાએ જણાવ્યું હતું કે ક્રોસફન્કશનલ બોક્સની પદ્ધતિ રાજકોટવાસીઓને પ્રોપર સમજ આપી બોડી મુમેન્ટ પર ફોકસ કરી લોકોને ફીટ રાખવા માટે અમે આતુરતા અનુભવીએ છીએ. આ પદ્ધતિ માં ૬૦ મિનિટના સેસનમાં ૬ દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવશે. ત્રણ વર્ષની તાલીમ બાદ હું રાજકોટીયન્સને કાંઈક નવી પદ્ધતિ થી ફીટ રાખવા માટે પ્રયત્નો કરીએ છીએ. ક્રોસફન્કશનલ બોક્સ માં ફક્ત ટૂલ્સ નહીં પરંતુ તેની સાથે લોકોને ઓલમ્પિક લિફ્ટટિંગ, જીમનાસ્ટિક અને કાર્ડયાર્ડ સાથે બોડી મુમેન્ટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીશુ.