પારેવડી ચોક, ડિલક્ષ ચોક, ભાવનગર રોડ અને ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી 47 બોર્ડ-બેનરો જપ્ત કરાયા
કોર્પોરેશનની દબાણ હટાવ શાખા જ કોઇ જબ્બરા દબાણ હેઠળ કામગીરી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. નવ નિયુક્ત મ્યુનિ.કમિશનર આનંદ પટેલના આદેશ બાદ રોજ દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવે છે. પરંતુ તેનું સચોટ પરિણામ મળતું નથી. કારણ કે કામગીરી શરૂ થાય તે પૂર્વે જ ભલામણનો ફોન આવી જતો હોવાના કારણે માત્ર હાજરી પૂરવા પૂરતી જ કામગીરી થઇ શકે છે.
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા જુદી-જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવ્યા હતા.
રસ્તા પર નડતર રૂપ 5રેકડી/કેબીન તે ગણેશપાર્ક, બાપસિતારામ ચોક, જામનગર રોડ, રામનાથ પરા, લાખાજીરાજ રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી અન્ય 41 પરચુરણ ચીજ વસ્તુઓ જે નાના મૌવા મેઈન રોડ, રામનાથ પરા, ઢેબર રોડ, ધર્મેન્દ્ર રોડ, અમિસેલ્સની બાજુમાં, સિમા પ્લાસ્ટિકની બાજુમાંથી જપ્ત કરવામાં આવી હતી,178કી.ગ્રા. શાકભાજી-ફળો તેઆનંદ બંગલા ચોક, જ્યુબેલી રોડ, જંકશન રોડ, મોચી બજાર, પારેવડી ચોક, માથી જપ્ત કરવામાં આવ્યા હતા, રૂ.56,150/-મંડપ કમાન છાજલી ચાર્જ તે યુનિ.રોડ, મવડી રોડ, રામાપીર ચોકડી પાસેથી વસુલ કરવામાં આવ્યો હતા, રૂ.11,500/- વહિવટી ચાર્જ તે મોરબી રોડ, 80ફુટ રોડ, શિતલ પાર્ક રોડ પરથી વસુલ કરવામાં આવ્યો હતો,અને 47 બોર્ડ-બેનર તે પારેવડી ચોક, ડિલક્સ ચોક, ભાવનગર રોડ, ગ્રિનલેન્ડ ચોકડી પરથી જપ્ત કરવામા આવ્યા હતા.