નવા મકાનમાં રસોઈ ઘર અને હોસ્પિટલ કાર્યરત કરાવીને જ‚રિયાતમંદોની સેવા કરાશે

જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ માણાવાદરમાં છેલ્લા ત્રણ વર્ષ થી ગરીબો તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને દવાખાનામાં  રોજ નિયમિત ટિફિન પોહોચાડવાનું સેવાકાર્ય કરે છે. તે વાત લોકોમાં ખૂબ સારી રીતે ચર્ચાય છે. તેથી જ દાતાશ્રીઓ અને સેવભાવીઓ, મહંતો, આ સંસ્થાને કોઈ ને કોઈ રીતે મુલાકાત લેતા રહેતા હોય છે.

માણાવાદર પુર જેવી પરિસ્થિતિમાં પણ પિડિતો સુધી તુરંત જ પહોંચી અનાજ અને રસોઈ પુરી પડવાની પ્રવૃત્તિમાં પણ અગ્રેસર રહયુ હતુ. માનવ સેવા એ જ પ્રભુ સેવાની નેમ લઈ આ ટ્રસ્ટ સેવાપ્રવૃત્તિ કરે છે.

માણાવદરમાં જલારામ ચેરીટેબલ ટ્રસ્ટે સંસ્થાના સેવકાર્ય માટે પોતાનું એક મકાન ખરીદેલ છે. જેમાં રસોઈઘર, ઓફિસ અને દવાખાનાની કાયમી વ્યવસ્થા થનાર છે.

આ મકાનના નવપ્રસ્થાનને આજરોજ સવારે  ગણેશ સ્થાપના, કુંભ સ્થાપન અને ૧૧ ગોરણીઓ જમાડવામાં આવી તેમજ સાંજે સમગ્ર માણાવદર શહેરમાં વસતા બ્રહ્મ પરિવારો ના એક એક વ્યક્તિને બ્રહ્મભોજન કરાવેલ હતું જેમાં બહોળા પ્રમાણમાં બ્રાહ્મણો ઉપસ્થિત રહી બ્રહ્મભોજન કરી ટ્રસ્ટ ની સેવાને બિરદાવી અશિંદાન કર્યા હતા. આ તકે પ્રમુખ વિજયભાઈ મશરૂ, ટ્રસ્ટી ગીરીશભાઈ સોમૈયા, દિપક રાજા, ભનુભાઈ બારીયા, નિમિષભાઈ રાવલ, જગદીશભાઈ નાળિયાપરા અને સેવાભાવીઓએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.