૫૦૦ થી વધુ ઉમેદવારોના ઘર બાંધવામાં ભજવી સેતુરૂપ ભૂમિકા
૪, વિજય પ્લોટમાં આવેલી અને સમગ્ર તડગોડના બ્રહ્મ પરિવારોના લગ્નોત્સુક યુવક-યુવતિઓ માટે નિ:શુલ્ક પ્લેટફોર્મ પુરુ પાડતી સંસ્થા બ્રહ્મ પ્રેરણા મેરેજ બ્યુરોએ છેલ્લા ચાર વર્ષમાં અનેક યુવક યુવતિઓના પરિચય સેતુ બની પાંચમા વર્ષમાં પ્રવેશ કરતા સમગ્ર બ્રહ્મ અગ્રણીઓ પરીવારો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.
આ સંસ્થાની સ્થાપના અંગે વાત કરતાં સુરેશભાઇ મહેતા, અશોકભાઇ દવે જેવા અગ્રણી જણાવી રહ્યા છે કે, આજથી પાંચેક વર્ષ પહેલા સમાજ માટે કંઇક કરી છુેટવાની ભાવના અને ખાસ તો યુવાન બનેલા સંતાનોને લાયક પાત્ર શોધવા માટે માતા પિતા દ્વારા કરવી પડતી દોડધામને કારણે આર્થીક રીતે પણ ભારે ઘસારો સહન કરવો પડતો હતો.
ગરીબ બ્રાહ્મણ પરીવારો કે જેને પ્રોફેશ્નલી મેરેજ બ્યુરોની ભારેખમ ફી લઇ રીતે પરવડી શકે ? એ જોઇ અમે સુરેશભાઇ મહેતા, હર્ષદભાઇ રાવલ, અશોકભાઇ દવે તેમજ પ્રદમુનભાઇ મહેતા, મુકેશભાઇ શુકલ, મુકુંદભાઇ પંડીત, વિનુભાઇ પંડયા વિગેરેએ બ્રહ્મ પરીવારો માટે એક પણ પૈસાની ફી વગર બ્રહ્મ પ્રેરણા મેરેજ બ્યુરો શરુ કર્યુ. જેમાં ફોર્મ ભરવા કે રજીસ્ટ્રેશન નામે કોઇ ફી લેવી નહીતેવો નિર્ણય કર્યો છે. કોઇની ફી નહિ તેમજ કોઇનું દાન પણ ન લેવું તેવા સંકલ્પ સાથે શરુ થયેલ સંસ્થા પાસે સરનામું કયાં રાખવું એ પ્રશ્ર્ન હતો. ત્યાંરે હર્ષદભાઇ રાવલે પોતાની માં અંબા બેરીંગ્ઝ નીદુકાનમાં નિ:શુલ્ક બેસવાની પરવાનગી આપી. દર વર્ષે ૧૦૦ જેટલા યુવક-યુવતિઓ આ સંસ્થાના માઘ્યમથી લગ્નના પવિત્ર બંધનમાં બંધાતા હોય, અત્યારે સુધીમાં ૫૦૦ કરતાં વધારે દંપતિ બનેલાઓ તેમજ તેના પરિવારો દ્વારા સંસ્થાને આર્શીવાદની ભેટ મળી રહી છે.