બંધારણે પણ એકરાષ્ટ્ર એક સંવિધાનની હિમાયત છતા કેમ થાય છે વિલંબ? એક રાષ્ટ્ર એક સંવિધાન મુદે થયેલી ચર્ચા સુચનો ભારતના કાયદા પંચ સમક્ષ કરાશે રજૂ
વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના બંધારણે એક રાષ્ટ્ર એક સંવિધાનની હિમાયત કરી છે. ત્યારે યુનીફોર્મ સીવીલ કોડ માટે હજૂ પણ કવાયત કરવી પડે છે. ત્યારે એકરાષ્ટ્ર એક સંવિધાનની આવશ્યકતા અંગે સામુહિક પરામર્શ કરી નિષ્કર્ષ રૂપ સુચનો મેળવીને 28મી જૂને ભારતના કાયદા પંચ સમક્ષ રજુ કરાશે.
લીગલ રિસર્ચ ફાઉન્ડેશન ઇન્ડિયા દ્વારા અને રાજકોટ લો ફોરમના સમર્થન સાથે નો કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા સમાન નાગરિક કાનૂન માટે દેશભરમાં થી સૂચનો મંગાવવામાં આવ્યા છે તે અનુસંધાને પ્રથમ વખત રાજકોટ ખાતે ક્ધસલટેટીવ મિટ આયોજિત કરવામાં આવી હતી અને આ અત્યંત મહત્વપૂર્ણ એવી ક્ધસલટેટીવ મીટ ની અંદર 70 જેટલા સૌરાષ્ટ્ર ભરના અગ્રણી દ્વારા શાસ્ત્રીઓ ન્યાયવિદો કાનૂન વિદ્યા શાખા ના પ્રિન્સિપાલઓ તેમજ ખાસ કરીને સમાન નાગરિક કાનૂન ઉપર જે સંશોધકોએ પીએચડી પ્રોગ્રામ પૂર્ણ કરેલ છે અથવા તો લઘુ શોધ નિબંધ તૈયાર કરેલ છે તેવા અનેક સંશોધકોએ ખૂબ જ તર્ક શુદ્ધ રજૂઆત સાથે પોતાના શોધપત્રો રજૂ કર્યા હતા.
રાજકોટ ઉપરાંત જામનગર જુનાગઢ પોરબંદર સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી જેતપુર ,ગોંડલ, મોરબી, જેતપુર સહિત વિવિધ જિલ્લા કેન્દ્રો ઉપરથી મોટી સંખ્યામા ધારા શાસ્ત્રીઓ ,કાનૂન વિદ્યા શાખાના પ્રિન્સિપાલ શ્રીઓ હાજર રહ્યા હતા. ભારતીય સ્ત્રી શક્તિ અંતર્ગતના લો ફોરમના 25 થી વધારે મહિલાધારાશાસ્ત્રીઓ પણ હાજર રહ્યા હતા.
વરિષ્ઠ શિક્ષણવિદ્ પ્રોફેસર કમલેશ જોષીપુરા એ જણાવ્યું હતું કે સંપૂર્ણ તટસ્થ ભાવે અને શુદ્ધ શાસ્ત્રીય દ્રષ્ટિકોણ સાથે આ ક્ધસલટેટીવ મીટ આયોજિત કરવામાં આવી છે અને ખાસ કરીને આ મીતનો હેતુ એ સંપૂર્ણ સામાજિક છે અને સામાજિક પરિપક્ષના વ્યાપક સંદર્ભ ની અંદર સમાજના વિવિધ વર્ગો ને એક મંચ ઉપર લાવી અને પરિવર્તનશીલ સમાજ રચનાના આધાર ઉપર સમાન નાગરિક ધારા ની આવશ્યકતા કેવા સ્વરૂપે છે
આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાયદા વિદ્યા શાખાના ડોક્ટર નેહલ શુક્લ, ડીન મયુર સિંહ જાડેજા, વરિષ્ઠ મહિલા ધારાશાસ્ત્રી શ્રીમતી ભાવના બેન જોશિપુરા, ઉપરાંત અંશ ભારદ્વાજ,તુલસીદાસ ગોંડલીયા જયદેવભાઈ શુક્લ, ભાજપમાં લીગલ સેલ ગુજરાતના હિતેશભાઈ દવે, જયેશ ભાઈ જની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી કાયદા વિદ્યા શાખાના ડીન વિજયસિંહ સોઢા, કાયદા ભવન ના ડો આનંદ ચૌહાણ ,મારવાડી યુનિવર્સિટીના કાનૂન વિદ્યા શાખાના ડીન ઋષિકેશ દવે,સી યુ.શાહ યુનિવર્સિટી ના કાયદા વિદ્યા સહકારના ડીન નીલસિંહ રાજપુત, સ્મિતાબેન અત્રી, અમિતાબેન સીપી, મહેશ્વરી ચૌહાણ ,મીનાક્ષી ત્રિવેદી, રક્ષા બેન ઉપાધ્યાય ,જાગૃતિબેન દવે , સેવા નિવૃત્ત સેન્ટ્રલ એક્સાઇઝ કમિશનર શ્રેયાંશ ભાઈ શાહ સહિતના અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા એ જણાવ્યું હતું કે કાયદા વિદ્યા શાખા ના એક પ્રાધ્યાપક તરીકે આ વિષયમાં અભ્યાસ કરવાનો મારો એક વિશેષ પ્રયત્ન છે અને મારા અભ્યાસના આધાર ઉપરના તારણો પણ હું આપનાર છું, વર્તમાન સમયમાં આ મુદ્દાને ધાર્મિક દ્રષ્ટિ કોણ થી નહીં પરંતુ સામાજિક દ્રષ્ટિ કોણ થી જોવાની જરૂર છે અને સમાજ જીવનના પ્રત્યેક વર્ગોએ સાથે બેસી અને પરિવર્તનશીલ સમાજ ની વર્તમાન આવશ્યકતાઓની પૂર્તિ કરવાની જરૂર છે.
મહિલા ધારાશાસ્ત્રી શ્રીમતી ભાવનાબેન જોષીપુરાએ આ પ્રસંગે સવિશેષ રીતે લગ્ન, ભરણપોષણ, દત્તક વિધાન તેમજ વારસાઈ સહિતની બાબતોમાં ખાસ કરીને વિવિધ અદાલતો સમક્ષ આવતા કિસ્સાઓ નું વિશ્લેષણ કરી અને ન્યાયિક ચુકાદાઓ ની છણાવટ કરી હતી.
અંશ ભારદ્વાજે આ પ્રસંગે ન્યાયતંત્ર દ્વારા વિશેષ રીતે અર્થઘટન તેમજ સમાન નાગરિક ધારા અંગે અદાલતના વલણ અંગે ખૂબ જ તલસ્પર્શી અભ્યાસ પૂર્ણ શોધપત્ર રજૂ કર્યું હતું, ભારદ્વાજે ખાસ કરીને બંધારણીય જોગવાઈઓ તેમજ વૈશ્વિક પરિસ્થિતિ નો અભ્યાસ રજૂ કર્યો હતો.
નગરસેવક અને કાયદા વિદ્યા શાખાના ડોક્ટર નેહલ શુક્લએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ખાસ કરીને છેલ્લા ઘણા દાયકાઓથી આ વિષય ચર્ચામાં આવી રહ્યો છે એટલું જ નહીં પરંતુ ભારતીય બંધારણ અનુચ્છેદ 44 માં પણ ખાસ કરીને સમાન નાગરિક ધારાની હિમાયત કરવામાં આવી છે ત્યારે હવે સમાજના પ્રત્યેક વર્ગ સાથે સંવાદ સાધી અને આ બાબતની પૂર્તિ કરવી જોઈએ
પીઢ અને અનુભવી ધારાશાસ્ત્રી જયદેવભાઈ શુક્લ એ આ પ્રસંગે જણાવ્યું હતું કે સામાજિક જાગૃતિ દ્વારા સૌને સાથે લઈ અને વર્તમાન સમયની આ આવશ્યકતાઓની પૂરતી અર્થે આપણે તર્કબદ્ધ અને હકીકતલક્ષી બાબત સાથે વિષય રજૂ કરવો પડશે અને તો જ પરિણામ પ્રાપ્ત થશે.
યુવા સંશોધક શ્રી આબિદ તેમ જ મારવાડી યુનિવર્સિટી શ્રી રાહુલ દ્વારા ઐતિહાસિક પરિપેક્ષ સાથે વર્તમાન સમય ની આવશ્યકતાઓ નો સમન્વય કરી શોધ પત્ર રજૂ કર્યું હતું.
આ બેઠકની અંદર ઇન્ડિયન લાયન્સ ક્લબના કૌશિકભાઈ ટાંક, અભિવ્યકતા પરિષદના જગદીશ ચોટલીયા સરકારી વકીલ શ્રી કેતનભાઇ પંડ્યા તથા તરુણભાઈ માથુર, બિપીન ગાંધી, સુરેશ સાવલિયા, સરકારી લો કોલેજના પ્રાધ્યાપક પ્રકાશભાઈ કાગડા જૈમીન જોશી શ્રી નિરજ મણિયાર સુરેન્દ્રનગર લોકો કોલેજના પરેશભાઈ ડોબરીયા,શૈલેષ વ્યાસ વિનુભાઈ વ્યાસ.
આયોજનને સફળ બનાવવા માટે સવિશેષ રીતે રાજુભાઈ દવે ,પ્રશાંતભાઈ જોશી, સમ્રાટ ભાઈ ઉપાધ્યાય ની ટીમે ખાસ જહેમત ઉઠાવી હતી.