મે મારા પિતાને ગુમાવ્યા છે, પણ અંગદાનથી તે મૃત્યુ બાદ પણ જીવંત રહેશે: પુત્ર
મૃત્યુબાદ જે આપણા શરીરનાં અંગોથી કોઈનો જીવ બચી જતો હોય તો તેના જેવું કોઈ પૂણ્ય નથી ૬૬ વર્ષનાં બ્રેનડેડ અરૂણમહેતાના અંગદાનથી ૭ લોકોને નવજીવન મળ્યું છે. અરૂણ મહેતાને ક્રોનિક હાર્ટ પ્રોબલમ હતો, માટે તેઓ અનેકવખત એગ્નીઓપ્લાસટી કરાવી ચૂકયા હતા. એક સાંજે તેને છાતીમાં દુખાવો થતા તેને સાબરમતીની હોસ્પિટલે લઈ જવાયા હતા. ડોકટરોએ તેમનું હૃદય બચાવવાના પ્રયત્નોમાં સફળતા તોમેળવી પણ મગજમાં ઓકસીજન અને લોહી ન પહોચી શકતા તેમનું બ્રેનડેડ થઈ ગયું.
ત્યારબાદ ડોકટરોએ તેના સગા સંબંધીઓને ઓરગન ડોનેશન વિશે માહિતી આપી, અને પરિવારજનોના સકારાત્મક પ્રતિસાદ બાદ તેમની ડોનેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી મહેતાની ટ્રીટમેન્ટ કરનાર ડો. ભાવેશ પટેલ જણાવે છે કે તેમની કિડની, સ્વાદુપિંડ, બરોળ, અને લીવરને સંસ્થામાં રાખવામાં આવ્યા છે. તેથી ભવિષ્યમાં જરૂરીયાતમંદ લોકોના જીવ બચાવી શકાય હોસ્પિટલનાં ડોકટરોએ જણાવ્યું હતુ કે કીડની સંસ્થામાંથી ખાસ ડોકટરો મહેતાની કીડનીને ભવિષ્યમાં ઉપયોગ કરવા લાયક બનાવવા માટે હોસ્પિટલે આવ્યા હતા ડો. નિસર્ગ ઠકકરે જણાવ્યું હતુ કે ડોકટરોની સલાહ બાદ પરિવારજનો એકાઉન્ટન્ટ અરૂણના અંગદાન માટે તૈયાર થયા હતા. મહેતાના પુત્રે જણાવ્યું હતુ કે અમે અમારા પરિવારનું માથુ ગુમાવ્યું છે. પણ અંગદાનથી તેઓ અન્યને નવજીવન આપી શકસે હું અન્ય લોકોને પણ અપીલ કરીશ કે તેઓ પણ અંગદાન કરે માટે તેની મૃત્યુ બાદ પણ તેઓ જીવંત રહી શકે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,