હાલ વિજ્ઞાનમાં અનેકવિધ સંશોધનો અને શોધ થઈ રહી છે અને જે રીતે હાલ કોરોના વિશ્ર્વ આખા માટે ચિંતાનો વિષય બન્યું છે ત્યારે તેની રસીની શોધ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. એવી જ રીતે અમેરિકાના વૈજ્ઞાનિકોએ નવા અભ્યાસ થકી શોધ કરી છે કે હવે મગજની ઈજાઓ માત્ર ગણતરીની મિનિટોમાં જ શોધી શકાશે જેના માટે બ્લડનાં પ્રોટીન ટેસ્ટ કરવામાં આવશે. વૈજ્ઞાનિકો અને તબીબોઓના જણાવ્યા અનુસાર માત્ર ૧૫ મિનિટમાં બ્લડનાં પ્રોટીન ટેસ્ટ થકી હેડ ટ્રોમા અંગેની માહિતીઓ મળવાપાત્ર રહેશે જે અંગેનો અભ્યાસ જરનલ ઓફ ન્યુરો ટ્રોમામાં પ્રસિઘ્ધ કરવામાં આવ્યો છે. ફિબ્રીલીયરી એસીડ પ્રોટીન ચોકકસ રીતે મગજની બિમારીઓને શોધી કાઢવામાં અસરકારક સાબિત થશે જે અંગેની માહિતી રીસર્ચ ટીમના તબીબીઓ દ્વારા આપવામાં આવી છે.
પ્રશિક્ષણમાં એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ ટેસ્ટ મારફતે એ વાતની પણ ખરાઈ કરવામાં આવશે કે મગજની બિમારીથી પીડાતા દર્દીઓને આગામી સમયમાં કયા પ્રકારની તબીબી પ્રશિક્ષણ આપવું જોઈએ. યુદ્ધ મેદાનમાં લડતા સૈનિકો માટે આ ટેસ્ટ સૌથી મહત્વપૂર્ણ અને કારગત સાબિત થશે. આ ટેસ્ટ લીમીટેડ એટલે કે સૌથી ઓછા ખર્ચ અને ઓછા સાધનો દ્વારા પણ કરી શકાશે અને ગણતરીની મિનિટોમાં જ દર્દીઓને થતી મગજની ઈજાઓની માહિતી પણ આપી શકશે. વૈજ્ઞાનિકો દ્વારા અનેકવિધ રીતે બ્લડ ટેસ્ટની સાથો સાથ તેમાંથી ઉદભવિત થતું પ્રોટીન કે જેને એસ૧૦૦બીને બહાર કાઢવામાં આવ્યું હતું અને નિર્ધારીત કરેલી ઈજાઓમાં તેને ઈન્જેકટ કરવામાં આવ્યું હતું અને એ વાતની સ્પષ્ટતા થઈ કે મગજની ઈજાઓની માહિતી બ્લડનાં પ્રોટીન ટેસ્ટ મારફતે થઈ શકે છે જે સમયનો પણ બચાવ કરશે અને ખુબ ઓછા ખર્ચે તેનો ઉપયોગ પણ કરી શકાશે.