- પોલીસે ગ્રીન કોરીડોર કરી અંગો તાત્કાલીક પહોચાડવા ઉઠાવી જહેમત
શહેરમાં અવાર નવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે હજુ એક અકસ્માતનો ગંભીર બનાવ બન્યો હતો જેમાં રમેશભાઈ રામાણી ઉ.43 તેઓ 2-6ના રોજ રાત્રીએ 11.30 વાગ્યે અકસ્માત થતા ગોકુલ હોસ્પિટલ વિદ્યાનગર મેઈનરોડ પર આવેલ છે. ત્યાં તાત્કાલીક દાખલ કરવામાં આવ્યા હતા.
તેઓ ને તાત્કાલિક સારવાર આપી અને આઈ સી યુ માં દાખલ કરવામાં આવ્યા હતા. ગોકુલ હોસ્પિટલમાં તેઓ આવેલ ત્યારે બેભાન અવસ્થામાં હતા અને એમને ઘણી બધી ઇજાઓ થઈ હતી ત્યારબાદ તેમનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું અને તેમાં મગજમાં જીવલેણ હેમરેજ ની ઈજાઓ જોવા મળી હતી . આ સંજોગોમાં તેમને ઓપરેશન કરી તાત્કાલિક આઈસીયુ માં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં એમને વેન્ટિલેટર સપોર્ટ ઉપર મૂકવામાં આવ્યા હતા .
ત્યારબાદ તેમની તબિયતમાં નોંધપાત્ર સુધારો થયો ન હતો અને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ પરિસ્થિતિમાં ડોક્ટર પ્રકાશ મોઢા ડોક્ટર દિગ્વિજય સિંહ જાડેજા ડોક્ટર હાર્દિક વેકરીયા ડોક્ટર પ્રિયંકા બા જાડેજા અને ડોક્ટર કાર્તિક કાછડીયા ની ટીમ દ્વારા તેમના સગાઓને દર્દીની પરિસ્થિતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.આ તબક્કે દર્દી ના પિતા ગોરધન ભાઇ માતા હેમીબેન, પત્ની પ્રિયંકા બેન ભાઈ મહેશભાઈ, પ્રવીણભાઈ અને દર્શન રામાણી ને જણાવ્યું કે અત્યારે દર્દી જે પરિસ્થિતિમાં છે જેમાં દર્દીનું મગજ કોઈપણ પ્રકારનું કાર્યરત નથી આ પરિસ્થિતિમાં જો આપણે શરીરના જુદા જુદા અંગોનું ડોનેશન કરી શકીએ તો તે બીજા જરૂરિયાતવાળા દર્દીના આપીએ તો બીજા દર્દી ઓ ને ને લાભ થાય. દર્દીના સગા દ્વારા સંમતિ આપવામાં આવી હતી.પાંચમી જુન 2024 ના રોજ અમદાવાદ થી સીમ્સ હોસ્પિટલ ની ટીમ ફેફસા માટે ,યુએન મહેતા ની ટીમ હૃદયના માટે અને (કીડની ) હોસ્પિટલ અમદાવાદ ની ટીમ બંને કિડની તથા લીવર લેવા માટે ગોકુલ હોસ્પિટલ વિદ્યાનગર રાજકોટ ખાતે આવેલ. દર્દીની આંખોનું દાન રાજકોટની ડોક્ટર હેમલ કણસાગરા ની હોસ્પિટલ ને કરવામાં આવેલ.
રાજકોટ ઓર્ગન ડોનેશન દ્વારા એકસો તેરમું ઓર્ગન ડોનેશન થઈ રહ્યું છે જેને માટે ડોક્ટર દિવ્યેશ વિરોજા, શ્રીમતીભાવનાબેન મડલી, અને ભાવેશ ઝીંઝુવાડીયા ની ટીમ દ્વારા સમગ્ર પ્રક્રિયામાં સરકારની અંગદાન નું નિયમન કરનાર સંસ્થા એસઓટીટીઓ સાથેનું કોર્ડીનેશન અને લોકલ પોલીસ સાથે કોર્ડીનેશન કરી ગ્રીન કોરિડોર ની વ્યવસ્થા કરવાની જહેમત ઉઠાવી હતી. ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટના સહયોગ થી આ હૃદય નુ 5મું અને ફેફસાનું બીજું અંગદાન થયું છે.
રાજકોટનું 113મુ અંગદાન ભાવનાબેન મંડલી
જયેશભાઈ તારીખ 2ના રોજ અકસ્માત સર્જાયો હતો ત્યારબાદ તેમનું બ્રેનડેડ થયું હતું. તેમના પરિવારજનોને અંગદાન માટે સમજાવવામાં આવ્યા હતા. જયેશભાઈના બે કિડની, લીવર, હૃદય, બે ફેફસાને અને બે દિવ્ય દ્રષ્ટિ ઓનું દાન થઈ રહ્યું છે. રાજકોટનું 113મુ અંગદાન છે. પાંચમા નંબરનું હૃદય જઈ રહ્યું છે અને બીજા નંબરમાં ફેફસાનું દાન જઈ રહ્યું છે. ગોકુલ હોસ્પિટલમાંથી ફેફસાનું દાન જઈ રહ્યું છે. બે કિડની અને લીવર આઈકેડી સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ જશે. યુએન મહેતામાં તેમનું હૃદય દાન કરવામાં આવ્યું છે. સિમ્સ હોસ્પિટલ ખાતે બે ફેફસાનું દાન કરવામાં આવશે. રાજકોટમાં કણસાગરા ને બે આંખોનું દાન કરવામાં આવશે.
ગોકુલ હોસ્પિટલ દ્વારા પરિવારજનોને અંગદાન વિશે અપાય સમજણ :ઊર્મિશ વૈષ્ણવ
ગોકુલ હોસ્પિટલમાં જયેશભાઈ રામાણી 2 તારીખના રોજ રાત્રે 11:30 વાગ્યે અકસ્માત થયો ત્યારબાદ ગોકુલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ગોકુલ હોસ્પિટલ દ્વારા પરિવારજનોને અંગદાન વિશે સમજાવવામાં આવ્યા હતા. કિડની, લીવર, હૃદય, અને ફેફસાનું દાન કરો તો આપણે બીજા વ્યક્તિને નવું જીવન આપી શકીએ. અમદાવાદ થી ડોક્ટરની ટીમ આવી હતી.
ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટના સહયોગ થી આ હૃદય નુ 5મું અને ફેફસાનું બીજું અંગદાન થયું છે.
અંગદાનથી બીજા આઠ લોકોને નવું જીવનદાન મળશે: ધ્રુવી રામાણી (મૃતકના પરિવાર સભ્ય)
મારા કાકા નું 2 તારીખના રોજ અકસ્માત થયો હતો. વ્યવસાય થી પરત ફરીને મારા કાકા ઘરે જતા હતા ત્યારે અકસ્માત થયો હતો. ગોકુલ હોસ્પિટલ દ્વારા ચાર તારીખના રોજ બ્રેનડેડ જાહેર કર્યા હતા. પરિવારના સભ્યોને અંગદાન વિશે સમજાવ્યા હતા. અંગદાનથી બીજા આઠ લોકોને નવું જીવનદાન આપીશું. અંગદાનમાં ફેફસા,લીવર, કિડની, હૃદય અને બે આંખ છે. લોકોને અપીલ છે કે જે ઘટના થવાની હતી તે થઈ જાય છે પરંતુ તંદુરસ્ત માણસો છે તેમનું અંગદાન કરવું જોઈએ. એક અંગ પણ દાન કરવાથી બીજાની જિંદગી બચી જાય છે.