ઉંદર પર કરાયેલા પ્રયોગથી કેન્સરના થવાના ૨૦૦ જેટલા જીન્સ મળ્યા
ઉંદરોના સમુહપર પરિક્ષણ કરી તબીબી સંશોધનો કરતી સંશોધકોની ટીમને વીસ જેટલા એવા જનીનોનો પતો લાગ્યો છે કે જે ગ્લીયોબ્લાસ્ટોમાં તરીકે ઓળખાતા મગજનકા કેન્સરમાં ચાવીરૂપ ભૂમિકા અદા કરતા હોય. વિજ્ઞાનિકોએ આ ઓળખથી હવે મગજના લિથલ કેન્સરની દવા શોધવાનું કામ ઉપાડી લીધું છે.
વેલકમસ્ સગર ઈન્સ્ટીટયુટ એડેન ગ્રુપની હોસ્પિટલ અને તેમના સહયોગી જનીન ઈજનેરોની ટીમે ઉદરો પર પરિક્ષણ કરીપ્રથમવાર એવી શોધ કરી છે કે કેન્સર જનીન તરીકે ઓળખવા ઈજીએફઆરની સાથે સાથે એવા વધુ ૨૦૦ પ્રકારનાં જનીનો કે જે કેન્સર માટે નિમિત બને છે.
જીનો બાયોલોજી જનરલમાં પ્રસિધ્ધ થયેલા સંશોધન લેખમાં જણાવાયું છે કે ઉંદરોનાં મોડેલ પર કરવામાં આવેલા પરિક્ષણ લિથલપ્રકારના બ્રેઈન કેન્સરની આગોતરી સારવારનાં દરવાજા ખૂલ્યા છે. ગ્લીઓબ્લાસ્ટોમાં મગજના કેન્સરમાં સૌથી વધુ દવાના પ્રકાર ગણવામાં આવે છે. તેની સારવાર કિમોથેરાપી, અને રેડીયેટ થેરાપીથી કરવામાં આવે છે. તેમ છતાં ગ્લીયોબ્લાટોમાના સારવારના પ્રતિકાર કરીને ટયુમર તરીકે ઉથલો મારે છે. આ ભયંકર બિમારીની ઓળખમાંજ ૧૨ થી ૧૮ મહિનાનો સમય વિતી જતો હોય છે. હવે નવા અભ્યાસ અને સારવારમાં દર્દીઓને જલદીથી નિદાનનો લાભ મળશે. જોકે હજુ સુધી ગ્લીયોબ્લાસ્માં ઉદભવ અને તેના ફેલાવવાનું નિશ્ર્ચિત કારણ મળ્યું નથી.
નવા સંશોધનમાં વેલકમ સેંગર ઈન્સ્ટીટયુટમાં નવા પ્રકારના ઉંદરો પરના પરિક્ષણોથી નવા જનીનોની ઓળખ મેળવી છે. મગજના કેન્સર કોષો ઈજીએફઆરનું ઉંદરમાં પ્રત્યારપણ કરીને ટયુમરના અભ્યાસ કરવામાં આવ્યો જેમાં ૨૦૦ પ્રકારનાં નવા જનીનોની હાજરી સામે આવી હતી.
ઈમરાનનુરાની પ્રવકતા કેન્બરીજ યુનિ.એ જણાવ્યું હતુ કે અમે કેન્સરનાં જનીનોની ઓળક માટે ઉંદરો પરનું મોડેલ બનાવીને માનવીનાં મગજના કેન્સર ગ્લીયોબ્લાસ્ટોમાનો અભ્યાસ હાથ ધર્યો છે. પ્રથમવાર કેન્સર માટે કારણભૂત ઈજીએફઆરની ભૂમિકા સામે આવી છે. હજુ વધુ આગળ અભ્યાસ ચાલુ રહ્યો છે.
આ નવા જનીનો ઈજીએફઆર કેન્સરનાં વાહક છે. પીગીબેગ ટ્રાન્સપોસન ટેકનીકલ ડીએનએનો નાનો ભાગ જનીનમાં દાખલ કરવામાં આવે છે.
આ પ્રકારનાં જનીનો કે જે બ્રેઈન ટયુમરનાં ઉદભવ વિકાસમાં કારણભૂત બનતા હોય તેમના ઈલાજ માટે નવી દવા બનાવવામાં આવી રહી છે. આ ટીમે વિશ્વભરમાંથી માનવ જનીનના દર્દીઓના નમુનાઓ મેળવી ઊંદરો પર તેનું પરિક્ષણ કર્યું હતુ આ સંશોધનમાં આવેલી વિસંગતતાને ઉંદરડાઓનાં પરિક્ષણનો પરિણામ સાથે સરખાવવામાં આવ્યા હતા. ઉંદરડાઓનાં પ્રયોગથી ઓળખાયેલા ૨૦૦ જેટલા જનીનોની દવા હવે બનાવવામાં આવશે. પ્રોફેસર એલેન બ્રેઈડલી એ જણાવ્યું હતુ કે ગ્લીયોબ્લાસ્ટોમાંથી દર્દીઓ માટે નવી સારવાર આવશ્યક છે. પરંતુ કેટલાંક પરિબળ તેમાં અવરોધરૂપ બને છે. કેટલાંક જનીન સારવારને નકામી બનાવી છે. પરંતુ આ નવી માઉસમોડેલથી કેન્સર ફેલાવવા માટે નિમિત બનેલા ૨૦૦ જેટલા જનીનોની ઓળખ મળી જતા આ જનીનોને હવે લિથલ મગજના કેન્સરની દવા બનાવવી સરળ બની જશે.