સુખોઇ ફાઇટર જેટ ની મદદથી બ્રાહમોસ મિસાઈલનું સફળ પરિક્ષણ હાથ ધરાયું

ભારત સરક્ષણ ક્ષેત્રે પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે આત્મનિર્ભર બની રહ્યું છે ત્યારે વધુ એક સફળતા ભારત દેશને અંકિત થઈ છે જેમાં ભારતે 450 કિલોમીટર દૂર બેઠેલા દુશ્મનોનો ખાત્મો બોલાવવા માટે બ્રહ્મમોસ મિસાઈલનું સફળ પરિક્ષણ સુખોઈ ફાઈટર જેટ મારફતે કર્યું છે. અત્યાર સુધી આ મિસાઈલ 290 કિલોમીટરની રેન્જ ઉપર બનાવવામાં આવી હતી જેને હવે 450 કિલોમીટરની રેન્જ માટે બનાવવામાં આવી છે અને જેનું સફળતાપૂર્વક પરીક્ષણ પણ હાથ ધરાયું છે.
ભારતીય સંરક્ષણ વિભાગે આ મિસાઇલનું ટેસ્ટિંગ બંગાળની ખાડીમાં સુખોઈ જેટ મારફતે કર્યું હતું. આ સફળ પરિક્ષણ બાદ ભારતીય સંરક્ષણ વિભાગ માં એક એવી મિસાઈલ લોન્ચ કરવામાં આવી છે કે જે જમીન અને પાણીના માર્ગે દુશ્મનોને વીંધી શકે છે. આ મિસાઇલની રેન્જ કોઈપણ મિલિટીરી ટાર્ગેટ , અંડરગ્રાઉન્ડ બંકર તથા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને પણ ઉડાડવામાં સક્ષમ છે.
બીજી તરફ શિક્ષણ વિભાગ આ મિસાઇલની રેન્જ વધારી 800 કિલોમીટર સુધી કરવા માટેના પ્રયત્નો અને કામગીરી હાથ ધરી રહ્યું છે જે આવનારા સમયમાં તેનું પરીક્ષણ કરવામાં આવશે અને પ્રાપ્ત માહિતી મુજબ આ રેન્જ મિસાઈલ 2023ના અંત સુધીમાં તૈયાર કરવાનો લક્ષ્યાંક પણ નિર્ધારિત કરાયો છે.
ભારતીય સંરક્ષણ દળ પાસે બ્રહ્મોસ મિસાઈલ જે આવી છે તે દુશ્મનોનો ખાત્મો બોલાવવામાં અત્યંત ઉપયોગી નીવડશે અને આ મિસાઇલને વધુ વેગવંતી બનાવવા અને ઘાતક બનાવવા માટે છત્રીસ હજાર કરોડ રૂપિયા નું રોકાણ પણ સરકાર દ્વારા કરવામાં આવેલું છે. ભારત દેશ  આત્મનિર્ભર બનવા માટેના તમામ પગલાઓ લઇ રહ્યું છે અને જેના ભાગરૂપે સરક્ષણ ના દરેક સંસાધનોને ભારતમાં જ બનાવવામાં આવે તે દિશામાં કાર્ય કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.