સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત સમગ્ર દેશમાં આસ્થાનું કેન્દ્ર ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લાનાં ખારાઘોડા પાટડી ઉદાશી આશ્રમના બ્રહ્મલીન અધોરી સંત પ.પૂ. જગાબાપાની આજે જન્મજયંતિ છે.
સુરને શબ્દની અદમ જેણે જાળવી, ત્યાં વાણીને વર્તનનો ભાળ્યો મેળ મળતો સત્ય ઉપાસક બીરૂદ શોભાવ્યું, અરે શિવશકિતનો તેસમરણ કરતો, હૈયુ તો હેમાળા સમુ હેતાળવું અમિયલ શશી જાણે આભ જરતો, જગાબાપા તણા સતગુણો વાંચ્યા પછીય દેવતણો દુત પણ અફસોસ કરતો આવા, અધોરી સંપ્રદાયના સૌરાષ્ટ્ર ભૂમિના મહાન સંત પૂ. જગાબાપાએ પાટડી ખાતે ખારાઘોડા રણ વિસ્તારમાં સ્થાપેલ ઉદાશી આશ્રમ આજે પણ ભકતો માટેનું તીર્થ સ્થાન છે.
જોકે ગૂરૂ શબ્દમાં જ ગૂરૂનો મહિમા સમાયેલો છે. ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરૂવર્ય અને દુ:ખીયાના બેલી અને ‘ભવની ભાવટ ભાંગતા’ સૌરાષ્ટ્રના અધોરી સંતની જન્મ જયંતિએ કોટીકોટી વંદન