બે દિવસ પહેલા વિફજ્ઞાન જાથાએ હિતેષભાઈ જોશી નામના કર્મકાંડી બ્રાહ્મણનું સરઘસ કાઢતા સમગ્ર બ્રહ્મ સમાજ લાલઘુમ: કલેકટર અને પોલીસ વડાને આવેદનપત્ર અપાયા

 

જામનગરના કર્મકાંડી બ્રાહ્મણો સહિતના સમગ્ર બ્રહ્મ સમાજે જન વિજ્ઞાન જાથા વિરુઘ્ધ આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહીની માંગણી કરી છે.

બે દિવસ પહેલા જન વિજ્ઞાન જાથાના જયંત પંડયા તથા જામનગરની મહિલા પાયલ ધરમશીભાઈ કટેશિયાએ ગુલાબનગરના એક કર્મકાંડી બ્રાહ્મણ હિતેષ જોષી દોરાધતિંગ કરે છે.

મંત્ર જાપના નામે લોકોને ભોળવે છે એવા આક્ષેપો મુકી પોલીસની હાજરીમાં આ કર્મકાંડી બ્રાહ્મણનું જાહેરમાં સરઘસ કાઢેલું.

બ્રાહ્મણનું જાહેરમાં અપમાન કરેલું એવો આક્ષેપ જયંત પંડયા તથા પાયલબેન વિરુઘ્ધ કરી આ બંને વિરુઘ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે સતાવાળાઓને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જયંત પંડયા સાથે આ પ્રકરણમાં એક અજાણી સ્ત્રી પણ હતી. જાથાની આ ટુકડીએ બ્રાહ્મણના નાગરિક તરીકેના બંધારણીય અધિકારનો ભંગ કર્યો છે.

જામનગરના સમસ્ત બ્રહ્મ સમાજના નેજા હેઠળ જિલ્લા પ્રમુખ પ્રફુલભાઈ વાસુ, મહામંત્રી સુનિલ ખેતિયા, શહેર પ્રમુખ આશિષ જોષી, ચંદ્રવદન ત્રિવેદી, નરેન્દ્ર ત્રિવેદી, નગર સેવિકાઓ પ્રફુલાબેન જાની, ડિમ્પલબેન રાવલ, જિગર રાવલ, જિગર કલ્યાણી, નિખીલ દવે, ભાસ્કર જોષી વગેરેએ કલેકટર કચેરીએ તથા પોલીસવડા કચેરીએ આવેદનપત્ર આપ્યાહતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.