બ્રહ્મોસ એરોસ્પેસમાં સિનિયર સિસ્ટમ એન્જિનિયરના પદ પર કાર્યરત છે આરોપી
ઉત્તરપ્રદેશ એટીએસ અને મિલેટ્રી ઇટેલીજન્સે જાસુસીના આરોપસર ડીઆરડીઓના સીનીયર એન્જીનીયરની ધરપકડ કરી છે. તેની ઉપર આરોપ છે. કે તેણે બ્રહ્મોસ મિસાઇલ યુનિટમાંથી કેટલીક મહત્વની ટેકનીકલ માહીતી ચોરી કરી અમેરિકા અને પાકિસ્તાનમાં પહોચાડી જાણકારી પ્રમાણે એન્જીનીયર અમેરિકાની ગુપ્ત એજન્સી સીઆઇએની એક મહીલા એજન્ટની જાળમાં ફસાઇ ગયો હતો. આઇજી (એટીએમ) અસીમ અરુણે કહ્યું કે આરોપીના કમ્પ્યુટરમાં કેટલીક સંવેદનશીલ માહીતી છે અને તે કોઇ પાકિસ્તાનની સાથે ફેસબુકમાં સતત સંપર્ક હોય તેવા સબૂત પણ મળ્યા છે.
મળતી માહીતી પ્રમાણે આરોપી નિશાંત અગ્રવાલ ડીઆરડીએના બ્રહ્મોસ એયરોસ્પેસમાં ચાર વર્ષથી સીનીયર સિસ્ટમ એન્જીનીયર તરીકે કામ કરે છે. તે હાઇડ્રોલીક – ન્યુમેટિકસ અને વારટ્રેડ ઇટીગ્રેશન (પ્રોડકશન ડિપાર્ટમેન્ટ)ના ૪૦ લોકોની ટીમને લીડ કરે છે.
નિશાંત બ્રહ્મોસની સીએસઆર અને આરએનડી ગ્રુપનો સભ્ય પણ છે. ફિલહીલ તે બ્રહ્મીસના નાગપુર અને પિલાની સાઇટસના પ્રોજેકટ પર કામ કરી રહ્યો હતો. ગત વર્ષે તેને યુનિટ દ્વારા યુવા વૈજ્ઞાનિકનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે આરોપી દિલ્હીમાં કાર્યરત સીઆઇએની એજન્ટ અને પાકિસ્તાનના સંપર્કમાં હતો. તે મિસાઇલની ટેકનીકલ જાણકારી મોકલતો હતો. અને તેના માટે તે સોશ્યલ મીડીયાના ઇન્ડિપ્ટેડ, કોડવર્ડ અને ગેમના ચેટ ઝોનનો ઉપયોગ કરતો હતો.
સેનાના વરિષ્ઠ અધિકારીઓ પણ આ મામલે નજર રાખી રહ્યા છે. પુછપરછ દરમિયાન જાણકારી મળશે કે તેણે મિસાઇલ સાથે જોડાયેલી કઇ કઇ ગુપ્ત માહીતી લીક કરી છે. આ અગાઉ કાનપુરથી પણ એક મહીલાને પકડવામાં આવી છે.
સીઆએની એક મહીલા એજન્ટની જાળમાં ફસાયેલા એન્જનીયરના લેપટોપમાં ઘણી સંવેદનશીલ અને ગુપ્ત માહીતી યુપી આઇજી એટીએસ અરુણ મિશ્રાને મળી હોવાનું બહાર આવ્યું છે. નિશાંત રૂઢકીનો રહેવાસી છે. અત્યાર સુધી નો આરોપ એ છે કે તેની પાસે અતિગુપ્ત દસ્તાવેજ હતા.
તેની વધુ તપાસ ચાલી રહી છે. અને અત્યાર સુધીમાં તેણે કેટલી માહીતી લીક કરી છે. તેની તપાસ ચાલી રહી છે. આઇજીએ કહ્યું કે ફેબુક દ્વારા આરોપીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યાંથી જોબ ઓફર કર્યા બાદ તેને હનીટ્રેપ માં ફસાવવામાં આવ્યો. બે યુવતિઓ ની આઇડી હતી જે બન્ને ફેક હતી. તેનું આઇપી પાકિસ્તાનનું હતું. ફેસ બુક અને સોશ્યલ મીડીયા પર લોકોને ફસાવવાનું ષડતંત્ર ચાલતુ હતું
ફેક આઇડી દ્વારા અન્ય લોકો સાથે પણ સંપર્ક કર્યો હોવાનું બહાર આવતા વધુ તપાસ હાથ ધરાઇ છે.ઉલ્લેખનીય છે કે સેનાના બહુઆયામી બ્રહ્મોસમિસાઇલ પરમાણુ હથિયારોની સાથે હુમલો કરવામાં સક્ષમ છે. તે ૩૭૦૦ કી.મી. પ્રતિકલાકની ગતિએ ૨૯૦ કીલોમીટર સુધી મારી શકે છે. ઓછી ઉંચા એ ઉડાન ભરવાને કારણે રડારની પકડ માં પણ નથી આવતુ આ મિસાઇલ ડીઆડીઓએ બનાવી છે.