શ્રાવણી પૂનમે સમસ્ત બ્રહ્મ સમાજના ઐતિહાસિક ‘સમૂહ યજ્ઞોપવિત’નો કાર્યક્રમ સંપન્ન
સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા રાજકોટમાં શ્રાવણી પુનમ પ્રસંગે સામૂહિક યજ્ઞોપવિત બદલવાનો ઐતિહાસિક કાર્યક્રમ સંપન્ન થયો. સમસ્ત બ્રહ્મસમાજના મોભી કશ્યપ શુકલ અને તેમની ટીમની અથાક મહેનત, પૂર્વ આયોજન અને અપીલને બ્રહ્મ પરિવારોએ જબર પ્રતિસાદ આપ્યો હતો. વિરાટ માનવ મહેરામણ વચ્ચે સમાજના વિવિધ જ્ઞાતિઓના અગ્રણીઓ, શૈક્ષણિક, સામાજિક, રાજનૈતિક, સાંસ્કૃતિક રમત-ગમત સહિતના સર્વક્ષેત્રના અગ્રણીઓ તથા વિવિધ તળગોળના ૨૫ થી વધુ પ્રમુખો તેમજ યુવા સંગઠન અને મહિલા સંગઠનના હોદેદારોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે અતુલભાઈ વ્યાસે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ તકે કશ્યપભાઈ શુકલએ બ્રહ્મનાદએ સામાજિક જાગૃતિનો શંખનાદ બની રહેશે તેમ જણાવ્યું હતું.સર્વપ્રથમ સામુહિક યજ્ઞોપવિત બદલવાના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વધુ ભૂ-દેવોની હાજરી હતી. આ પ્રસંગે રાજકોટ શહેરના મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, લો-કમિશન ઓફ ઈન્ડિયાના હોદેદાર તથા પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજ, શહેર ભાજપના અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, કોર્પોરેટર જયમીનભાઈ ઠાકર, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના જીતુભાઈ મહેતા, ડો.રાજેન્દ્ર ત્રિવેદી અનંતભાઈ ભટ્ટ, મહેન્દ્રભાઈ પંડયા તથા વિવિધ તળગોળના પ્રમુખો તથા કશ્યપભાઈ શુકલ અને તેની ટીમની પ્રેરણાદાયી હાજરીમાં શાસ્ત્રોવિધીથી જનોઈ બદલી હતી. આ યજ્ઞોપવિત બદલાવવાના કાર્યક્રમ માટે પ્રદિપભાઈ રાજયગુ‚ અને તેની ટીમે ખાસ જહેમત ઉઠાવી હતી. પદ હોદાને બાજુમાં રાખી સૌને એક છત નીચે લાવવા અદ્ભુત સફળતા મળી હતી.બીજા તબકકાના કાર્યક્રમમાં સમાજની ‘કલ, આજ ઔર કલ’ દર્શાવતું પ્રેઝન્ટેશન તેમજ સમાજના વિવિધ ક્ષેત્રના સફળ વ્યકિતઓની જીવન ઝરમર રજુ કરાઈ હતી આ ડોકયુમેન્ટ્રીનું સંકલન દિપકભાઈ પંડયા અને તેની ટીમે કર્યું હતું. આ કાર્યક્રમની શ‚આત રાષ્ટ્ર ભાવના વ્યકત કરતા વંદે માતરમના ગાન સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, હસુભાઈ, ડો.કમલેશભાઈ જોશીપુરા, ઉમેશભાઈ રાજયગુરુ, કૌશિકભાઈ શુકલએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. આ પ્રસંગ જનાર્દનભાઈ પંડયાના પ્રમુખ સ્થાને યોજેલ કાર્યક્રમમાં રાષ્ટ્રીય મજદૂર સંઘના ચેરમેન તથા વરિષ્ઠ ધારાશાસ્ત્રી હસુભાઈ દવે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ ડો. કમલેશભાઈ જોશીપુરા, ભૂતપૂર્વ કેબીનેટ મંત્રી ઉમેશભાઈ રાજયગુરુ, પરશુરામ શરાફી મંડળીના ચેરમેન અને બ્રહ્મ અગ્રણી કૌશિકભાઈ શુકલ, શહેરના મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, બાન લેબના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, ખોડલધામના ટ્રસ્ટી હંસરાજભાઈ ગજેરા, સોની સમાજના અગ્રણી પ્રભુદાસભાઈ પારેખ (શિલ્પા જવેલર્સ), લોહાણા સમાજના અગ્રણી કાશ્મીરાબેન નથવાણી તથા જનકભાઈ કોટક (પૂર્વ મેયર), જૈન સમાજના અગ્રણી મુકેશભાઈ દોશી તથા નિલેશભાઈ શાહ, બ્રહ્મસમાજના અગ્રણી સુરેશભાઈ નંદવાણા (ભવાની ઈન્ડસ્ટ્રીઝ), મનીશભાઈ માદેકા (રોલેક્ષ ઈન્ડસ્ટ્રીઝ), સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજના જીતુભાઈ મહેતા, જાણીતા આર્કીટેક પ્રદિપભાઈ ત્રિવેદી, કોર્પોરેટર સ્નેહાબેન દવે, કોર્પોરેટર ગાયત્રીબેન ભટ્ટ, ભાવનાબેન જોશીપુરા (પ્રથમ મહિલા મેયર), સંધ્યાબેન વ્યાસ (પૂર્વ મેયર), ડોકટર અગ્રણીઓ ડો.રાજેન્દ્ર ત્રિવેદી, ડો.એન.ડી.શીલુ, ડો.તત્સ જોષી, પરશુરામ ધામના સંસ્થાપક અને બ્રહ્મ અગ્રણી રાજુભાઈ જોષી, રેલવે યુનિયનના સેક્રેટરી હિરેનભાઈ મહેતાપૂર્વ મેયર જનકભાઈ કોટકે ખાસ શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો. તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ, જ્ઞાતી રત્નોનું પરંપરાગત રીતે શાલ ઓઢાડી તથા મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સમાપન રાષ્ટ્ર ગાન સાથે કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ માટે કમલેશભાઈ ત્રિવેદી, દર્શિતભાઈ જાની તથા ડો.દક્ષેશ પંડયાની ટીમે ખાસ જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમ માટે કશ્યપ શુકલના માર્ગદર્શન હેઠળ જર્નાદનભાઈ આચાર્ય, જર્નાદનભાઈ પંડયા, દીપકભાઈ પંડયા, દર્શિતભાઈ જાની, કમલેશભાઈ ત્રિવેદી, પ્રશાંતભાઈ જોશી, પ્રદિપભાઈ રાજયગુ‚, નલિનભાઈ જોષી, જીજ્ઞેશભાઈ ઉપાધ્યાય, ડો.એન.ડી.શીલુ, જયેશભાઈ જાની, પ્રભુભાઈ ત્રિવેદી, દક્ષેશ પંડયા તથા મહિલા અગ્રણી નિલમબેન ભટ્ટ, માલતીબેન જાની, ભાવનાબેન જોશી, સુરભીબેન આચાર્ય, મધુબેન ત્રિવેદી વગેરેની ટીમે ખાસ જહેમત ઉઠાવી હતી.