રાષ્ટ્રના અને સમાજના કલ્યાણની ચિંતા જેના મનમાં પ્રથમ છે એ બ્રાહ્મણ છે: પદ્મશ્રી મનોજ જોશી

રાજકોટમાં બ્રાહ્મણ સમાજ દ્વારા રાજકોટ શહેરના વિવિધ તડગોળના વિવિધ પ્રતિનિધિઓની વિશાળ ઉપસ્થિતિવાળા આશીર્વાદ સંમેલનમાં ગુજરાતી, હિન્દી અને મરાઠી ફિલ્મના જાણીતા કલાકાર અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા મનોજ જોશીની વિશેષ ઉપસ્થિતિમાં એક બ્રાહ્મણ સમાજનું સંમેલન યોજાઈ ગયેલ હતું.

બ્રાહ્મણ આશીર્વાદ સંમેલનની પૂર્વે બ્રાહ્મણ સમાજની મહિલાઓ દ્વારા ૧૧ કુંડી યજ્ઞ દ્વારા કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર પુન: સત્તારૂઢ થાય તે માટે પરંપરાગત રીતે પુજા અર્ચન કરેલ હતા અને આ યજ્ઞનું મહત્વ એટલા માટે અગત્યનું છે કે નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં સમગ્ર દેશમાં આઠ કરોડથી વધુ પરિવારોને રાંધણગેસના કનેકશન આપવામાં આવ્યા છે અને આઝાદીના ૭૦ વર્ષ બાદ ૧૮૦૦૦ ગામોમાં સંપૂર્ણ વિજળીકરણ કરવામાં આવેલ છે અને સમગ્ર દેશમાં વિશાળ સંખ્યામાં શૌચાલયો બનાવવામાં આવ્યા છે.

આ ત્રણેય કામગીરી સમગ્ર ભારતમાં મહિલાઓના હિતને સ્પર્શે તેવી અગત્યની હોય, બ્રાહ્મણ સમાજની મહિલાઓ દ્વારા આ યજ્ઞ કરવામાં આવેલ હતો. આ યજ્ઞમાં બ્રાહ્મણ સમાજના મહિલા અગ્રણી બ્રહ્મ શકિતના રૂપાબેન શીલુ, ધારાબેન વૈષણવ, નીલમબેન ભટ્ટ, સુરભીબેન આચાર્ય, વંદનાબેન ભારદ્વાજ, લીનાબેન શુકલ, ભાવનાબેન જોશી, જાગૃતીબેન દવે, જયોતીબેન શીલુ, ડો. જયોતીબેન રાજયગુરુ, ડો. ભાવનાબેન જોશીપુરા, માધવીબેન ઉપાધ્યાય, ધાત્રીબેન ભટ્ટ, રીટાબેન લખલાણી સહિતના ૬૫ જેટલા બહેનોએ બ્રહ્મ યજ્ઞમાં યજમાન બની તેજસભાઈ પંડયા અને મનીષભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ શ્રી મોદીજીને ભવ્ય વિજય અપાવવા અને લોકસભામાં ૪૦૦ થી વધુ કમળ પ્રતિકરૂપે જંગી બહુમતીથી ચૂંટી કાઢવા આશીર્વાદ આપ્યા હતા.1 26

વિશાળ ઉપસ્થિતિવાળા બ્રાહ્મણ આશીર્વાદ સંમેલનને સંબોધતા પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને જાણીતા ફીલ્મ કલાકાર મનોજ જોશી એ જણાવ્યું હતું કે બ્રાહ્મણ એ પ્રાચીનકાળથી હિંદુ ધર્મ, હિંદુ સંસ્કૃતી, ભારતીયતાના પ્રતિક સમા રહયા છે. શિક્ષણ અને સંસ્કૃતીના સંરક્ષક રહયા છે. આઝાદીની લડત દરમ્યાન બ્રાહ્મણો હંમેશા અગ્રેસર રહયા છે. ધર્મ અને સંસ્કૃતીની રક્ષામાં અને આઝાદીની લડતમાં બલીદાન આપવામાં પણ બ્રાહ્મણો મોખરે રહયા છે. “બ્રાહ્મણ એ કોઈ જ્ઞાતી નથી, બ્રાહ્મણ એ વિચારધારા છે અને “રાષ્ટ્રના અને સમાજના કલ્યાણની ચિંતા જેના મનમાં પ્રથમ છે એ બ્રાહ્મણ છે તેથી બ્રાહ્મણો લોકશાહીના પર્વ એટલે કે લોકસભા અને ધારાસભા કે અન્ય કોઈપણ ચૂંટણીમાં રાષ્ટ્રવાદી વિચારધારાને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે.

૨૦૧૪ માં દિલ્હીમાં નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકે જવાબદારી સંભાળી ત્યારથી રોજની ૧૬ થી ૧૮ કલાક રાષ્ટ્રહિતને પ્રાધાન્ય આપીને રાષ્ટ્રનું કલ્યાણ, રાષ્ટ્રની ચેતના, રાષ્ટ્રનું સ્વાભીમાનને અગ્રતા આપીને ભારતને સમગ્ર વિશ્વમાં વિશ્વગુરુ બનાવવા માટે સતત કાર્યરત એવા શ્રી મોદીજીને ફરીથી વડાપ્રધાન બનાવવા માટેની જવાબદારી બ્રાહ્મણોની છે. કારણ કે બ્રાહ્મણોના મનમાં રાષ્ટ્રહિત હંમેશા અગ્રેસર રહ્યું છે.

રાષ્ટ્રહિતને નુકશાન કરતા તત્વોને ઉખેડી ફેંકવા બ્રાહ્મણો પરશુરામ કે ચાણકય બને છે અને મહાત્મા ગાંધીજીની ઈચ્છા પ્રમાણે કોંગ્રેસનું વિસર્જન એ ૨૦૧૯ નો ઈતિહાસ બની રહેશે અને તેમાં બ્રાહ્મણો મોખરે રહેશે તેવી મને શ્રધ્ધા બ્રાહ્મણ આશીર્વાદ સંમેલનને સંબોધતા રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા એ જણાવ્યું હતું કે ૨૦૧૪ ની લોકસભાની ચૂંટણીમાં બ્રાહ્મણ સમાજના આશીર્વાદ સંમેલન દ્વારા મને આશીર્વાદ પ્રાપ્ત થયા હતા અને તેવી જ રીતે ધારાસભાની ચૂંટણીમાં રાજકોટના બ્રાહ્મણ સમાજના આશીર્વાદ સંમેલન દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આશીર્વાદ પ્રાપ્ત થયા હતા.3 10

કેન્દ્ર અને રાજય સરકારના માધ્યમથી રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ, એઈમ્સ, રાજકોટ-અમદાવાદ છ માર્ગીય રોડ, રાજકોટ-મોરબી ચાર માર્ગીય રોડ તેમજ કેન્દ્ર અને રાજય સરકારના માધ્યમથી દેશના કરોડો ભારતીયોને સ્પર્શતી આયુષ્યમાન ભારત યોજના તેમજ માં અમૃતમ  માં વાત્સલ્ય યોજના અંતર્ગત હજારો નાગરીકોને આ યોજનાનો લાભ પ્રાપ્ત થયો છે તેમજ પાંચ વર્ષમાં અનેકવિધ ક્ષેત્રમાં વિકાસ કામોની હરણફાળ ભરેલ છે અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે રાજકોટના મતદારોનું ગૌરવ વધે તે રીતની કામગીરી કરવામાં આવેલ છે.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જાણીતા ભાગવતાચાર્ય અશોકભાઈ ભટ્ટે આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે આપણા ધાર્મિક પુસ્તકોમાં વર્ણવવામાં આવેલા ચાર મુખ્ય આદર્શ પ્રમાણે સત્તાધિશો એ કામ કરવું જોઈએ. ૧. ધર્મનો વિજય, ૨. અધર્મનો નાશ, ૩. માણસો પ્રત્યે સદભાવના અને કરૂણા, ૪. સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ ચારેય આદર્શોને અગ્રતા આપીને કાર્ય કરી રહયા હોય.

તા. ૨૩ એપ્રિલના રોજ જંગી બહુમતીથી ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાને વિજયી બનાવવા ભારે મતદાન કરી બ્રાહ્મણ ધર્મ નીભાવવાની અપીલ કરી હતી. આ આશીર્વાદ સંમેલનમાં ડો. બકુલભાઈ વ્યાસ,  દર્શીતભાઈ જાની, ડો. કલ્પકભાઈ ત્રિવેદી, મેયર બીનાબેન આચાર્ય, ડો. જયોતીબેન રાજયગુરુ તથા શ્રીમતી અંજલીબેન રૂપાણીએ સંબોધન કરેલ હતું. કાર્યક્રમનું સુંદર સંચાલન ડો. મેહુલભાઈ દવે તથા આભારવિધિ ડો. શૈલેષભાઈ જાનીએ કરેલ હતી.

કાર્યક્રમના પ્રારંભે જાણીતા બ્રાહ્મણ આગેવાન ડો. એન.ડી. શીલુ એ સ્વાગત પ્રવચન કરેલ હતું. આ સંમેલનને સફળ બનાવવા માટે ડો. કિરીટ પાઠક, રામભાઈ મોકરીયા, અતુલભાઈ પંડીત, ડો. શૈલેશભાઈ જાની, દર્શીતભાઈ જાની, ડો. દક્ષેશભાઈ પંડયા, જનાર્દનભાઈ આચાર્ય, નલીનભાઈ જોશી, ડો. રાજેશ દવે, પરેશભાઈ ઠાકર, તેજસ ત્રિવેદી, કૃણાલ દવે, અશોક ત્રિવેદી, સતીષ રાવલ, ડો. જયેશ રાજયગુરુ, ડો. માધવ દવે, વિજયભાઈ પુરોહિત, હિતેશ દવે, ડો. અતુલભાઈ વ્યાસ, ડો. અતુલભાઈ પંડયા, ડો. રાજેન્દ્ર ત્રિવેદી, ડો. રશ્મીભાઈ ઉપાધ્યાય, ડો. તત્સ જોશી, નીરંજનભાઈ દવે, પંકજભાઈ દવે, જે.કે. શુકલ, જનકભાઈ મહેતા, પંકજભાઈ રાવલ, જયેશભાઈ ઉપાધ્યાય,જીગ્નેશભાઈ ઉપાધ્યાય, પરાગભાઈ મહેતા સહિતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.