કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે રાખડી બાંધતાં પ્રદેશ ભાજપ સી.આર.પાટીલે તિરંગો ભેટમાં આપ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે રક્ષા બંધન પર્વ અવસરે સમાજના વિવિધ વર્ગોની બહેનો, બ્રહ્માકુમારી બહેનો વગેરેએ રાખડી બાંધી રક્ષા બંધનની શુભેચ્છાઓ પાઠવી હતી.
આજે રક્ષા બંધનના પવિત્ર અવસરે સવારથીજ મુખ્યમંત્રી નિવાસસ્થાને ભૂપેન્દ્ર પટેલને રક્ષા બંધન કરવા અમદાવાદ શહેર તેમજ જિલ્લા અને ગાંધીનગર સહિત વિવિધ વિસ્તારોમાંથી માતાઓ અને બહેનોનો વિશાળ સમૂહ આવી રહ્યો છે.
આ સૌ બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમા ગુજરાત વિકાસ અને પ્રગતિની નવી ઉંચાઈઓ પાર કરે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી સૌ બહેનોની શુભેચ્છાઓ હર્દય પૂર્વક સ્વીકારી હતી.
રાજ્યમંત્રી શ્રીમતી નિમિષા બહેન સુથાર પણ આ અવસરે ઉપસ્થિત હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમણે રાખડી બાંધી હતી.
આ ઉપરાંત કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને રાખડી બાંધી રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષએ શ્રીમતી દર્શનાબેનને ભેટમાં રાષ્ટ્રધ્વજ આપી હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા સંકલ્પ લીધો.
આજે સવારથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને રાખડી બાંધવા માટે બહેનોનો ધસારો રહ્યો હતો. સાલીન સ્વભાવના સીએમએ તમામ બહેનોને પોતાના આંગણે સહર્ષ આવકારી હતી. અને રક્ષા પણ બંધાવી હતી. બ્રહ્માકુમારીના બહેનોને તો મુખ્યપ્રધાને નત મસ્તક વંદન પણ કર્યા હતા. તમામ લોકોને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી 13 થી 1પ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહ ભેર જોડાવવા માટે હાંકલ કરી હતી. નાની બાળઓ પણ ભુપેન્દ્રભાઇ પટેલને રાખડી બાંધી ગુજરાતના નાથની દીધાર્ય માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.
આજે રાજયભરમાં રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે. રાજય સરકારના અલગ અલગ વિભાગના મંત્રીઓ તથા ભાજપના સંગઠનના હોદેદારો પણ રક્ષાબંધનની ઉઝવણી કરી હતી.