જમ્મુ-કાશ્મીર ગયેલ ડેલીગેશન પરત ફરતા કાલે કરાશે સન્માન

કાશ્મીર પંડિતોની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષી બ્રહ્મદેવ સમાજના કાર્યકરોનું એક ડેલીગેશન જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલ હોય, આ ડેલીગેશન કાલ બુધવારના ગાયત્રી મંદિર, જડુસ હોટલ સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે સાંજે 5.30 વાગ્યે પરત આવી ત્યાંની સ્થિતિ રજૂ કરનાર છે.ત્યારે  ‘અબતક’ મીડીયા હાઉસની મુલાકાતે આવેલ કાર્યકરોએ વિશેષ વિગતો આપી હતી.

બ્રહ્મદેવ સમાજના રાષ્ટ્રીય મહાસચિવ   મિલનભાઈ શુક્લની આગેવાની હેઠળ બ્રહ્મદેવ સમાજના કાર્યકરોના એક ડેલીગેશન કાશ્મીરના પંડિતોની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને મુલાકાત માટે જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલ છે . પંડિતોના પુનવર્સનની કામગીરી માહિતી મેળવવા અને વિસ્થાપીત કોલોની અને છાવણીઓમાં રહેતા પંડિત પરિવારોની સમસ્યાઓ જાણવા અને સ2કા2માં આ સમસ્યાઓ દૂર થાય એ માટે ગુજરાત સમસ્ત બ્રહ્મસમાજમાં ઠરાવ કરી સરકારને રજુઆત કરાશે અને ત્યાની વાસ્તવિકતા ડેલીગેશન પરત ફર્યા બાદ બ્રહ્મસમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા તા . 20 બુધવારે ડેલીગેશન પરત ફરી રહ્યું હોય તેને સન્માનીત કરવાના કાર્યક્રમમાં બ્રહ્મસમાજ તથા અન્ય જ્ઞાતિના આગેવાનો તથા હિન્દુ સંગઠનના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં હાજરી આપે એવી પ્રેસ મીડીયા સમક્ષ રજુઆત કરાશે . આવું બ્રહ્મદેવ સમાજના પ્રદેશ ટીમ  વિરલભાઈ ભારદ્વાજ ,  નિરજભાઈ જોષી તથા   સમીરભાઈ પંડયાની યાદીમાં જણાવેલ છે.

સન્માન કાર્યક્રમની વિગત માટે બ્રહ્મદેવ સમાજ, રાજકોટ યુવા પ્રમુખ  આનંદભાઈ પુરોહીત  મો.નં. 76986 43438 પર સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.