વિશ્ર્વભરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા જાન્યુ.માસ-તપસ્યા માસ તરીકે ઉજવાશે
૧૦૦ વર્ષની આયુ ધરાવતા દાદી જાનકીજીના નિર્દેશનમાં થશે વિશ્ર્વભરમાં સામુહિક યોગ સાધના
સન ૧૯૩૭માં સદગુરૂ શિવ પરમાત્માએ પોતાનું સત્ય જ્ઞાન જનમાનસ સુધી પહોચાડવાના હેતુથી દાદાલેખરાજના સાકાર તનનો આધાર લીધો અને દાદાનું નામ નપ્રજાપિતા બ્રહ્માથ રાખ્યું. આ રીતે સ્થાપના થઈ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલયની, જેની શાખા પ્રશાખાઓ આજે વિશ્ર્વભરમાં ફેલાયેલી છે. જેનો ઉદેશ્ય છે. માનવનું ચારિત્રિક, ઉત્થાન, સમાજમાં આધ્યાત્મિક, સામાજીક અને માનવીય મૂલ્યોની પુનસ્થાપના કરવી.
૧૮ જાન્યુઅરી, ૧૯૬૯ના દિવસે પિતા બ્રહ્માબાબાએ પોતાના અથક પુરૂષાર્થના બળથી પોતાની સંપૂર્ણ સ્થિતિને પ્રાપ્ત કરી એટલે કે સાકારી શરીરનો ત્યાગ કરી આકારી ફરિશ્ર્તા બની આજે પણ સમગ્ર ભૂમંડળની આત્માઓની સેવા કરી રહ્યા છે.ત્યારથી આ દિવસને બ્રહ્માકુમારી વિદ્યાલયની બધી શાખાઓ પ્રશાખાઓ નસ્મૃતિ દિવસથના રૂપમાં મનાવે છે.
પિતા બ્રહ્માએ પોતાના જીવનમાં ગહન તપસ્યા કરી તથા શિવપિતાની આજ્ઞાનું શબ્દશ: પાલન કર્યું. જેના આધારે તેઓ રાજયોગની શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકયા. પિતા કોઈ સાધારણ કર્મ કરતા પણ કહેતા કે નદરેક કાર્યને કલાત્મક રૂપથી કરવાતી, કર્મયોગીની સ્થિતિમા સ્થિત થઈ કરવાથી સાધારણ કર્મ પણ ચરિત્ર બની જાય છે. કલાનુરૂપ ધારણ કરી લે છે. તેઓ સ્વયં માટે કયારેય પણ કોઈ પાસેથી સેવા લેતા નથી પરંતુ અન્ય આત્માઓની સેવા કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા.
પિતા બ્રહ્મામાં બચપણથી જ દાનના શ્રેષ્ઠ સંસ્કાર ભરેલા હતા. માતાઓ પ્રતિ પણ તેઓને સમ્માન હતુ. શિવપિતાની પ્રવેશતા પૂર્વ તેઓ ખૂબ જ ધન દાન કરતા હતા. જે નારી કલ્યાણના કાર્યમાં ઉપયોગ કરવામાં આવતો. સાથે સાથે સૂક્ષ્મરૂપથી બાબા જ્ઞાન ધન હંમેશા અનેકાનેક આત્માઓને પહોચાડાતા પિતા હંમેશા કહેતા, નસાચ્ચા મહાદાની તે છે, જેમનો એક સંકલ્પ પણ દાન કર્યા વગર ન રહે, એટલે કે આપણે હંમેશશ મંસા, વાચા, કર્મણા, સંકલ્પ તથા શ્ર્વાસોશ્ર્વાસ યોગ તથા શકિતઓનું દાન વિશ્ર્વની આત્માઓને આપવાનું છે.
પ્રજાપિતા બ્રહ્મા એક અનુપમ વ્યકિત હતા. ૧૮ જાન્યુઆરીના સ્મૃતિ દિવસના અનુપમ અવસર નિમિતે શિવપિતાના સંતાનો સ્વયંની પિતા બ્રહ્મા સાથે સરખામણી કરીએ તથા જોઈએ કેઆપણે કયાં સુધી રાજયોગી, મહાદાની, વરદાની, મહાન આત્મા અથવા હીરો પાર્ટધારી બન્યા છીએ? જેવી રીતે કહેવામાં આવે છે કે ચેક કરવાથી જ ચેંજ થઈ શકાય. આથી જે પણ કમી કમજોરી આજ સુધી આપણી અંદર રહી હોયે, જો તેને ભસ્મ કરવાનો દ્દઢ સંકલ્પ આ સ્મૃતિ દિવસ પર લઈએ તે જે પિતા બ્રહ્મા પ્રતિ આપણી શ્રેષ્ઠતમ શ્રધ્ધાંજલી છે.
નારી શકિતના મહાનાયક પિતા બ્રહ્માબાબા
બાબાના જીવનમાં મહાન પરિવર્તન ત્યારે આવ્યું જયારે તેઓની ઉંમર આઠ વર્ષની હતી ત્યારે જૂની દુ:ખમય દુનિયાનો વિનાશ અને નવી સતયુગી દુનિયાની સ્થાપનાના દ્રશ્યોએ તેમનું જીવન બદલી નાખ્યું તથા વૈરાગ્યનીએવી જયોતિ જાગી કે તેમને હીરા જવેરાતનો વ્યાપાર કોડીતુલ્ય લાગવા લાગ્યો. તેમના મનની બધી જ આશંકાઓ દૂર કરવા પરમાત્મા શિવે પોતાનો સંપૂર્ણ પરિચય આપ્યો તથા નવી દુનિયા બનાવવાનું મહાન કાર્ય કરવાનું દાયિત્વ સોંપ્યું અહીથી શરૂઆત થઈ નવી દુનિયા બનાવવાની દાસ્તાન…
માતાઓ બહેનોને આગળ રાખી, ટ્રસ્ટ બનાવી બાબાએ પોતાની ચલ અચલ પ્રોપર્ટી વીલ કરી નઓમ મંડળીથની સ્થાપના થઈ. ભારત પાકિસ્તાન વિભાજન પછી આ સંસ્થા રાજસ્થાન ખાતે માઉન્ટ આબુમાં સ્થિત થઈ તથા દેશ વિદેશમાં આધ્યાત્મિક સેવાની શરૂઆત થઈ. પરમાત્મા શિવની પ્રેરણા અનુસાર નસ્વ-પરિવર્તનથી વિશ્ર્વ પરિવર્તનપના સ્લોગન સાથે જાતિ, ધર્મ, ભાષાનાં ભેદભાવથી ઉપર ઉઠી નવસુધૈવ કુટુંબક્મથની ભાવનાને સાકાર કરવાનું દિવ્ય કર્તવ્ય શરૂ થયું.
બાબાએ પરમાત્મા શિવની સ્મૃતિમાં રહી, સ્વયંને વિકારોના અંશથી મુકત કરી આત્માને ફરીથી સતોપ્રધાન બનાવવામાં સફળ થયા તથા ફરિશ્તા સ્વરૂપ સ્થિતિને પ્રાપ્ત કર્યું બાબાએ સંપૂર્ણતાને પ્રાપ્ત કરી ૧૮ જાન્યુઆરી ૧૯૬૯ના પોતાના નશ્ર્વર શરીરનો ત્યાગ કર્યો અવ્યકતવનવાસી ફરિસ્તા બન્યા, ત્યારથી બ્રહ્માકુમારીઝ સંસ્થા સમસ્ત વિશ્ર્વમાં જાન્યુઆરી માસને તપસ્યામાસ, વરદાની માસ, વિશ્ર્વશાંતિ માસ કે અવ્યકત માસ તરીકે ઉજવે છે. બ્રહ્માબાબા સ્થુલરૂપથી તો આપણી વચ્ચે નથી પરંતુ આજે પણ તેમની સુક્ષ્મ ઉપસ્થિતિ છે.
વર્તમાન સમયે ૧૦૦ વર્ષની આયુ ધરાવતા સંસ્થાના મુખ્ય પ્રશાસિકા રાજયોગીની દાદી જાનકીજી ના નિર્દેશનમાં જાન્યુઆરી માસ દરમ્યાન દેશ વિદેશનો બ્રહ્માકુમારીઝનાં સેવા કેન્દ્રો પર વિશેષ મૌનનો અભ્યાસ દ્વારા અમન, ચૈન તથા સાંપ્રદાયીક સૌહાર્દ માટે સામુહિક યોગ સાધના કરવામાં આવશે. તથા રાજયોગના અભ્યાસ દ્વારા સમગ્ર વિશ્ર્વમાં શાંતિના પ્રકંપન્ન ફેલાવશે.