વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી બ્રહ્મતેજ સંસ દ્વારા રાજેન્દ્ર ત્રિવેદીને પરશુરામ એવોર્ડ આપી સન્માનિત કરાયા
બહ્મ સમાજ એ દરેક સમાજને સો લઈ ચાલનારો અને સર્વે સમાજનું હિત જોનાર સમાજ હોવાનું આજ રોજ રાજકોટ ખાતે બ્રહ્મતેજ સંસ દ્વારા આયોજિત સન્માન સમારોહમાં પરશુરામ એવોર્ડ સ્વીકારતા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી જણાવ્યું હતું. તમામ તળ ગોળ બ્રાહ્મણો એક મંચ પર એકઠા થઈ આ કાર્યક્રમ યોજ્યો હોઈ અધ્યક્ષ ત્રિવેદીએ આ પ્રયાસને બિરદાવતા કહ્યું હતું કે,કોઇપણ સમાજ સંગઠન કીજ સશક્ત બનતો હોયછે. આસો તેમણે બ્રહ્મ સમાજનું ભારતની સંસ્કૃતિ,શિક્ષણ અને વિકાસમાં પ્રદાન અંગે વિસ્તૃતચિતાર આપ્યો હતો, સાોસા કોઇપણ જ્ઞાની વ્યક્તિ બ્રાહ્મણ હોવાનો અભિભાવ તેમણે વ્યક્ત કર્યો હતો. વિવિધ ગોળના બ્રહ્મ સમાજ તેમજ સંગઠન દ્વારા ત્રિવેદીનું સ્મૃતિ ચિન્હ આપી સ્વાગત કરાયું હતું.
કાયક્રમનો પ્રારંભ વૈદિક શ્લોક સો મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય દ્વારા કરાયો હતો મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયે પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. આ પ્રસંગે ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલના સભ્ય અભયભાઈ ભારદ્વાજ, સંગીત નાટ્ય અકાદમીના ચેરમેન પંકજ ભટ્ટ, બાળ વિકાસ આયોગના ચેરમેન જાગૃતિબેન પંડ્યા, શ્રીમતી અંજલીબેન રૂપાણી, ભુવનેશ્વરી પીઠના અધ્યક્ષ ઘનશ્યામજી મહારાજ,બ્રહ્મ સમાજના પ્રમુખ જનાર્દનભાઈ પંડ્યા તેમજ વિવિધ ગોળના પ્રમુખ અને મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના પરિવારજનો ઉપસ્તિ રહ્યાં હતાં.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com