બ્રહ્મ સમાજ દ્વારા બહુમાન કરાયું: ધોળકીયા પરિવારના પૂર્વજોના પુણ્યો પાર્જન માટે પ્રેરણાદાય પગલું
ઉપલેટામાં બ્રહ્મ પરિવારનો માટે શહેરના જાણીતા સુવર્ણકાર ધોળકીયા પરિવાર દ્વારા પોતાના પૂણ્યો પાર્જન માટે બ્રહ્મ ચોયાસીનું આયોજન કરવામાં આવેલ હતું. આને યજમાનોનું સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સન્માન કરાયું હતું.
શહેરના જાણીતા સુવર્ણ શ્રેષ્ઠી ડી.ડી. જવેલર્સ વાળા ગો.વા. રજનીકાન્ત દ્વારકાદાસ ધોળકીયા અને ગ.સ્વ. ચંદ્રિકાબેન ધોળકીયા પરિવારના માધવભાઇ અને દેવેનભાઇ દ્વારા પોતાના પુણ્યો પાર્જન માટે શહેર તાલુકામાં વસતા સમસ્ત બ્રહ્મ પરિવાર માટે બ્રહ્મ ચોયાસીનું આયોજન કરાતા બહોળી સંખયામાં બ્રહ્મ પરિવારના વિદ્વાન શાસ્ત્રીઓ તેમજ ભૂદેવો ઉ5સ્થિત રહ્યા હતા. આ તકે વિદ્વાન શાસ્ત્રી નવનીત અદા પંડયા, યોગેશભાઇ પંડયા, બીપીનભાઇ પંડયા, વિજય વ્યાસ, કેવલભાઇ દવે, શુભમભાઇ ભટ્ટ, રાજુભાઇ ભટ્ટ, ભાવેશભાઇ પંડયા દ્વારા બ્રહ્મા ચોયાસીના યજમાન માધવભાઇ અને દેવેનભાઇ પરિવારને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પુણ્યો પાર્જન માટે પુજન વિધી કરાવી સમસ્ત બ્રહ્મ સમાજના આઘ્ય દેવ ભગવાન પશુરામની મહાઆરતી કરી બ્રહ્મપરિવારના સભ્યો માટે ભોજનનો આરંભ કરાવેલ હતો આ તકે સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખ જીજ્ઞેશભાઇ વ્યાસ, ઉપપ્રમુખ ચંદ્રકાન્ત વ્યાસ, મંત્રી સંજયભાઇ ભટ્ટ, ખજાનચી નટુભાઇ ત્રિવેદી, કારોબારીના સભ્યો વિજય મહેતા, નિખિલ જોષી, સુહાગ દવે મનીષ ત્રિવેદી, રાજુભાઇ મહેતા, વિજયભાઇ રાવલ, જીતુભાઇ જોશી, મુકેશભાઇ પંડયા, હેમતભાઇ ડેકીવાડીયા, પ્રકાશભાઇ વ્યાસ, પરસોતમભાઇ શિયાણી, નીતીન વ્યાસ, જીજ્ઞેશ મહેતા, મોનિક વ્યાસ સહીતના બ્રહ્મ ભૂદેવો દ્વારા યજમાન ધોળકીયા પરિવારના શાલ ઓઢાડી બુફે આપી સન્માનીત કરાયા હતા.
આ તકે લોહાણા સમાજ શ્રેષ્ઠી જગદીશભાઇ ગણાત્રા, નિલુભાઇ ગાંધીયા, શિક્ષણ વિદ્દ રાજેન્દ્રસિંહ ઝાલા, પાલીકાના પૂર્વ પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયા, શિક્ષણ સમીતીના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયા, સમીતીના સભ્યો ભરતભાઇ રાણપરીયા, વિક્રમસિંહ સોલંકી, ક્રિષ્ના ગ્રુપ રાજનભાઇ સુવા ભાવેશભાઇ સુવા સહીત વિવિધ સમાજના આગેવાનો હાજર રહી આ સામાજીક કાર્યને બિરદાવેલ હતું.