પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ૯૮માં જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ દ્વારા તાજેતરમાં શિક્ષાપત્રી સ્મૃતિસભાનું કોઠી કમ્પાઉન્ડ રેલવે કચેરીમાં આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન સ્વામિનારાયણે પોતાના ૪૯ વર્ષના જીવનકાળ દરમ્યાન સમાજ ઉત્કર્ષ તેમજ માનવ ઉત્કર્ષના અનેકવિધ કાર્યો કરેલા તેઓએ સમાજને અધ્યાત્મીકતાની સાથે વ્યકિતત્વ વિકાસના માર્ગે પણ આગળ વધાર્યો હતો. આજથી ૧૮૮ વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણ સાથે રાજકોટના કોઠી કમ્પાઉન્ડ ખાતે ઐતિહાસિક મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન ભગવાન સ્વામિનારાયણના ઉપદેશથી પ્રભાવિત થયેલા સર જોન માલ્કમે તેમની પાસે તેમનો ઉપદેશ ગ્રંથ માંગ્યો હતો. આથી ભગવાન સ્વામિનારાયણે સ્વલીખિત શિક્ષાપત્રીની અણમોલ ભેટ તેઓને આપી હતી. એ શિક્ષાપત્રી આજે પણ લંડનની ઓકસફોર્ડ યુનિવર્સિટીના પુસ્તકાલયમાં દ્રશ્યમાન થાય છે. આજે એ ઐતિહાસિક દિનની સ્મૃતિ કરવા માટે એજ સ્થાને આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બીએપીએસ સંસ્થાના સદગુરુવર્ય પૂ.વિવેકસાગર સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજની સભાનો શુભારંભ ભગવાન સ્વામિનારાયણના નામ સમરણ સાથે ધુન-કીર્તન દ્વારા થયો હતો. ત્યારબાદ શિક્ષાપત્રીના શ્ર્લોકોનું ગાન કરવામાં આવ્યું હતું. સદગુરુવર્ય પૂ.વિવેકસાગર સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ દ્વારા સમાજને મળેલા અણમોલ ભેટ શિક્ષાપત્રીના અનેરા સંદેશાઓને સૌ કોઈને દ્રઢાવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે જો શિક્ષાપત્રી મુજબ વર્તવામાં આવે તો સમાજને તથા દેશને વ્યસનમુકત બનાવી શકાય, ભ્રષ્ટાચાર મુકત કરી શકાય અને સરદાર વલ્લભભાઈ પટેલ કહેતા જો શિક્ષાપત્રી મુજબ વર્તવામાં આવે તો દેશને પોલીસ અને અદાલતોની ઓછામાં ઓછી જ‚ર પડે. એટલે શિક્ષાપત્રીએ અધ્યાત્મની સાથે સાથે વ્યકિતત્વ વિકાસની પણ અદકેરી શીખ આપે છે. આજના આ સમારોહમાં રેલવે અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓને પણ શિક્ષાપત્રીની અમુલ્ય ભેટ પૂ.સંતોએ અર્પણ કરી હતી. અંતમાં પૂ.અપૂર્વમુનિ સ્વામીએ પ્રસંગોચિત ઉદબોધન આપીને સભાને સંબોધન કર્યું હતું.