આજે આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ
24 જાન્યુઆરીને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પાંચમો આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ 24 જાન્યુઆરી 2023 “લોકોમાં નિવેશ કરવા, શિક્ષણને પ્રાધાન્ય આપીએ” થીમ હેઠળ ઉજવવામાં આવશે. આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ ’સરકાર, આંતરરાષ્ટ્રીય સમુદાય અને મુખ્ય હિસ્સેદારોને શિક્ષણ અને શૈક્ષણિક પરિવર્તનમાં રોકાણને પ્રાધાન્ય આપવા માટે તેમની પ્રતિબદ્ધતાઓ સાથે ઊભા રહેવા માટે આહ્વાન કરશે’. યુનેસ્કો આ વર્ષનો આંતરરાષ્ટ્રીય દિવસ અફઘાનિસ્તાનની કિશોરીઓ અને મહિલાઓને સમર્પિત કરી રહ્યું છે જેઓ તેમના શિક્ષણના અધિકારથી વંચિત છે.24 જાન્યુઆરીને રાષ્ટ્રીય દિકરી દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય દિકરી દિવસ સમાજમાં રહેલ લિંગભેદ અને દિકરીઓને દરેક ક્ષેત્રે સમાન તક આપવા માટે લોકોને જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે.
દિકરીઓને શિક્ષણની સમાન તકો અને યોગ્ય વાતાવરણ મળવું જોઇએ આ વિચાર માટે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન થકી દિકરીઓના જ્ન્મ અને તેમના શિક્ષણ માટે ઝુંબેશ હાથ ધરી હતી. આ અભિયાનની સફળતા કહી શકાય કે, જિલ્લા કક્ષાએ જોઇએ તો છેલ્લા બે વર્ષમાં દિકરીઓના જ્ન્મમાં વધારો થયો છે જેમાં 1000 દિકરાઓની સાપેક્ષ 925 દિકરીઓ જન્મી છે, તો શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટીને 2.19% થઇ ગયો છે. આજે જિલ્લાની શાળાઓમાં આશરે 2.80 લાખ જેટલાં બાળકો અભ્યાસ કરી રહ્યાં છે.
રાજકોટ જિલ્લાની 850થી વધુ પ્રાથમિક શાળાઓમાંથી 541 શાળાઓનો “સ્કૂલ ઑફ એક્સેલન્સ” સમાવેશ કરાયો છે. આ વર્ષે માત્ર ધો. 1માં જ 7666 બાળકીઓએ શાળા પ્રવેશ કર્યો છે. માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે પણ રાજકોટ જિલ્લો રાજ્યમાં અવ્વલ છે. જેમાં દર વર્ષે દિકરીઓ ઉચ્ચ ક્રમાંક સાથે આગળ છે.