આ વર્ષે એપ્રિલમાં ગોલ્ડ કોસ્ટમાં થયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને, ભારતની સ્ટાર મુક્કેબાજ, મેરી કોમે જકાર્તામાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભારતની આશા જાગૃત  રાખી હતી, પરંતુ હવે તે આશા બગડેલી નજર આવી રહી છે. સમાચાર અનુસાર મેરીએ આ જ વર્ષમાં જકાર્તામાં યોજાનારી એશિયન ગેમ્સથી પાછળ હટવાના સંકેત આપી દીધા છે.

૧૮ ઓગસ્ટથી બે સપ્ટેમ્બર સુધી ઇન્ડોનેશિયામાં યોજાનાર એશિયન ગેમ્સ સુધી મેરીની મુસાફરી અશક્ય દેખાતી રહી છે. જોકે મેરી આ સમયે ઇટાલીના એસીસીમાં ઓલિમ્પિક પરફોર્મન્સ તાલીમ કેન્દ્ર અન્ય ભારતીય મુક્કાબાકા સાથે એશિયન ગેમ્સની તૈયારી કરી રહી છે.

ભારતીય મહિલા ટીમના મુખ્ય કોચ રાફેલ બર્ગિયામાસ્કોએ પુખતા કરી છે કે પાંચ વખત વિશ્વ ચેમ્પિયન મેરી હવે આ વર્ષે નવેમ્બરમાં નવી દિલ્હીમાં યોજાનાર હોકી વર્લ્ડ ચેમ્પિયન પર તેનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કોચે જણાવ્યું હતું કે અમારી માનવું છે કે ૫૧ કિગ્રા (એશિયન ગેમ્સમાં ફક્ત ત્રણ કેટેગરી છે ૫૧, ૫૭ અને ૬૦ કિગ્રા) મેરી સાથે સ્પર્ધા કરવી મુશ્કેલ છે.

૫૧ કિગ્રા સ્પર્ધામાં કઝાકિસ્તાન, મંગોલિયા, અને દક્ષિણ કોરિયાના શ્રેષ્ઠ મુક્કાબાજો સાથે મુકાબલો ખૂબ જ મુશ્કેલ છે. તેઓ જણાવે છે કે લાગ્યું કે આ તબક્કે ૪૮ કિગ્રા થી ૫૧ કિગ્રા

જવામાં તેમના હિતમાં નથી. મેરી માટે મહત્વનું છે કે તે ફિટ રહીને તેનો ભાગમાં તે શ્રેષ્ઠ પ્રદર્શન કરે.

લગભગ એક વર્ષમાં ૩૫ વર્ષીય મેરીએ એશિયન ચેમ્પિયનશિપ અને કોમનવેલ્થ મેડલ તેમના નામે કર્યા છે અને હવે તેમની નજરમાં વિશ્વ ખિતાબ પોતાના નામે કરવાની છે.

ખાસ કરીને તેનાં ઘરેલુ પ્રશંસકોની સામે. સરુજબાલા દેવી, પિન્કી રાણી, બે વખત એશિયાની ચેમ્પિયનશિપ સિલ્વર મેડલિસ્ટ સોનિયા લાથર અને ૨૦૧૭ વિશ્વ યુથ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલસ્ટ શશિ ચોપડા સાથે તાલીમ લઇ રહી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.