કેન્દ્રીય કેબિનેટ મંત્રી રૂપાલા ની”જન આશિર્વાદ યાત્રા” રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર દ્વારા ત્રંબા જિલ્લા પંચાયત સીટમાં ઉષ્માભર્યા અદકેરું સ્વાગત
લોકોનો સ્વયંભૂ પ્રવાહ: જન આશિર્વાદ યાત્રાને રાજકોટ ગ્રામ્યની પ્રજાના આશિર્વાદ: પ્રમુખ ભુપતભાઇ બોદર
કેબિનેટ મંત્રીશ્રી પુરુષોત્તમ રૂપાલાની “જન આશીર્વાદ યાત્રા”નું રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર દ્વારા ત્રંબા (કસ્તૂરબાધામ) જિલ્લા પંચાયત સીટમાં ઉષ્માભર્યા ઉમળકાથી અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું. પુરુષોત્તમ રૂપાલાજી એ આઝાદીની લડાઈ દરમ્યાન “રાષ્ટ્રમાતા કસ્તુરબા”ને જે જગ્યાએ નજરકેદ રાખવામાં આવેલા તેની મુલાકાત લઈને આદરપૂર્વક નમન કર્યા હતા અને જણાવ્યું હતું કે આપણા દેશને આઝાદી અપાવવામાં કેટલા લોકોએ યાતનાઓ ભોગવી હશે તેનો ખ્યાલ આવી જગ્યાઓની મુલાકાતોથી આવે છે.
તેમને વધુમાં જણાવ્યું હતું કે સદૈવ પ્રેરણા મળતી રહે તેવા આ સ્મારકોને જાળવણી થાય અને નવી પેઢીને તેને જોવા-સમજવાનો લાભ હંમેશા મળતો રહેવો જોઈએ. આર કે યુનિવર્સિટી, ત્રંબા ખાતે કોરોનાની ગાઈડલાઇનના સંપૂર્ણ પાલન સાથે યોજાયેલા ખુબ જ સુંદર કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર દ્વારા પુરુષોત્તમ રૂપાલાજીનું પાઘડી પહેરાવીને તેમજ આર કે યુનિવર્સિટીના ખોડીદાસભાઈ પટેલ અને ડેનિશભાઈ પટેલ દ્વારા ફુલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રૂપાલાજીએ પોતાની આગવી કાઠિયાવાડી અદામાં જણાવ્યું હતું કે સરકારના સઘન પ્રયત્નો દવારા છેવાડાના લોકોને યોજનાઓનો લાભ મળી રહ્યો છે અને લોકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાઈ છે.
લોકોની સુખાકારીમાં હજી પણ વધારો થતો રહેશે તેવો વિશ્વાશ તેમણે આપેલ હતો. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત જયારે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે સમગ્ર ભારતવાસીઓને આ સેવા યજ્ઞમાં ભાગ લેવા અને જેટલું બની શકે તેટલું દેશ માટે કરી છુટવા આહવાન આપેલ હતું. ઉપરાંત તેમણે કોરોના વોરિયર્સ અને વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર મુળજીભાઈ ખુંટ, મહેશભાઈ આટકોટિયા, ભરતભાઈ ઢોલરિયા(રાધિકા સ્કુલ) વગેરેનું શાલ ઓઢાડીને સન્માન કરેલ હતું.
રાજકોટના સંસદસભ્ય મોહનભાઇ કુંડારીયા, સાંસદ રામભાઈ મોકરિયા, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આર સી ફળદુ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો ભરતભાઈ બોઘરા, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા સાથે મહામંત્રીઓ મનસુખભાઇ રામાણી અને નાગદાનભાઇ ચાવડા, રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, દૂધની ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, રાજુભાઈ ધ્રુવ, દિનેશભાઇ અમૃતિયા, રક્ષાબેન બોળીયા વગેરે આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન નરેન્દ્રસિંહ જાડેજાએ કરેલ હતું અને સ્વાગત પ્રવચન શ્રી ડેનિશભાઈ પટેલે કરેલ હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ત્રંબા સરપંચ નીતિનભાઈ રૈયાણી, ગઢકા સરપંચ કેયુરભાઈ ઢોલરીયા, વલ્લભભાઈ મકવાણા, કલ્પેશભાઈ રૈયાણી, રસિકભાઈ ખુંટ, મહેશભાઈ આટકોટિયા, વિશાલભાઈ સોજીત્રા, ધવલભાઈ માંગરોલિયા, વિશાલભાઈ અજાણી, ભાવેશભાઈ ત્રાપસીયા, મહેશભાઈ આસોદરીયા, નરેન્દ્રસિંહ જાડેજા(કાળીપાટ), ભરતભાઈ મકવાણા(કાળીપાટ), યુવરાજસિંહ જાડેજા(કાળીપાટ), સુરેશભાઈ જાદવ, હેપિનભાઈ રૈયાણી, કિશનભાઇ રૈયાણી, રાજુભાઈ પ્રજાપતિ, મહેશભાઈ મુંધવા, વીરાભાઇ (હડમતીયા ગોલીડા), ગોવિંદભાઇ કિહલા, મનુભાઈ નસીત, વરજાંગભાઇ(ભાયાસર સરપંચ), કુલદીપભાઈ ભટ્ટી, અમિતભાઇ ખુંટ, મહેશભાઈ મકવાણા, મનસુખભાઇ અજાણી, હરિભાઈ બોદર, રાજુભાઈ કીકાણી વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી જે બદલ પ્રમુખશ્રી ભુપતભાઇ બોદર સર્વેનો આભાર વ્યક્ત કરે છે.