કુદરતી નજારો ખરેખર મનને પ્રફુલ્લિત કરી દેતો હોય છે તે પછી ખુલ્લુ આકાશ હોય, દરિયાના મોજા હોય પક્ષીઓનો કલરવ હોય આ બધું જ માનવ જાતને મનનો આનંદ અપાવે છે. તસ્વીરમાં દેખાતા પાયાવર પક્ષીઓ પણ કુદરતની સાથે જાણે વાતો કરી રહ્યા છે. જાત જાતના વિદેશી પક્ષીઓ રાજકોટના મહેમાન બની ન્યારી ડેમ આવી પહોચ્યા છે. તેનો મીઠી- મધુરો, કર્ણપ્રિય કલરવ સવાર સાંજ ગુંજી રહ્યો છે.
તસ્વીરમાં ઘણા પક્ષીઓ ડેમના કાંઠે ચણી રહ્યા છે. તો કોઇ ઉડાઉડ કરી દુનિયાની તમામ મુશ્કેલીથી પર રહી પોતાની મસ્તીમાં વ્યસ્ત છે. શિયાળાની કડકડતી ઠંડીના માણસને ન્હાવું પણ કઠીત બની જાય છે ત્યારે આ પક્ષીઓ ડેમના પાણીમાં તરી રહ્યા છે. વિહરી રહ્યાં છે.