અબતક, રાજકોટ
આરોગ્ય શાખા દ્વારા રૈયા રોડથી લાખના બંગલા રોડ સુધીના વિસ્તારમાં 31 સ્થળે ચેકીંગ, 19ને નોટિસ, 27 કિલો અખાદ્ય ખોરાકનો નાશ: બે સ્થળેથી દૂધના નમૂના લેવાયા
વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરના રૈયા રોડથી લાખના બંગલા સુધીના વિસ્તારમાં અલગ-અલગ 31 ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કોઠારી માર્ટ અને બ્રાહ્મણી પ્રોવિઝન સ્ટોર્સમાંથી એક્સપાયર્ડ કોલ્ડ્રીંક્સની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરવામાં આવ્યો હતો.
આજે ચેકીંગ દરમિયાન રૈયાધાર મેઇન રોડ પર શાસ્ત્રીનગર-7માં આકાશ ડેરી ફાર્મ અને લાખના બંગલાવાળા રોડ પર માતૃછાયા ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધનો નમૂનો લેવામાં આવ્યો હતો. અલગ-અલગ 31 સ્થળે ચેકીંગ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કોઠારી માર્ટમાં 8 લીટર એક્સપાયર્ડ કોલ્ડ્રીંક્સનો જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે બ્રાહ્મણી સ્ટોર્સમાંથી પણ 5 લીટર એક્સપાયર્ડ કોલ્ડ્રીંક્સનો જથ્થો મળી આવ્યો હતો જેનો નાશ કરવામાં આવ્યો હતો.
વિશાલ ચાઇનીઝ, પંજાબીમાંથી વાસી મન્ચુરીયન ચટણી, ગ્રેવી, કાપેલા શાકભાજી, 14 કિલો અખાદ્ય જથ્થો નાશ કરી ફૂડ લાયસન્સ અંગે નોટીસ ફટકારવામાં આવી હતી.
આ ઉપરાંત ગોલ્ડ કેળામાં 7 કિલો સેડેલા કેળાનો નાશ કરવામાં આવ્યો હતો અને નોટીસ આપવામાં આવી હતી. દેવસ્થ ફાર્મા, અર્પણ મેડીકલ અને અમૃત ડેરી, મધુરમ મેડિસીન, જલારામ જનરલ સ્ટોર, શિવ પાર્લર, ભગવતી પાન, નિમાવત મેડીસીન, વિષ્ણુ લક્ષ્મી સ્ટોર, ગીરીરાજ સેલ્સ, પ્રમુખ પ્રોવિઝન, દર્શન જનરલ સ્ટોર અને સાગર ડેરી ફાર્મને લાયસન્સ અંગે નોટિસ ફટકારવામાં આવી હતી.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેંકવા સબબ, ગંદકી કરવા સબબ, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા સબબ કુલ 22 આસામીઓ પાસેથી રૂા.7,500નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.