ભાજપ સાંસદનો આક્ષેપ: કેજરીવાલ સરકાર દારૂના સેવનને આપી રહી છે પ્રોત્સાહન
અબતક, નવી દિલ્લી
ભારતીય જનતા પાર્ટીના સાંસદ પરવેશ સાહિબ સિંહ વર્માએ સોમવારે સંસદમાં દારૂની બોટલ બતાવીને અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી દિલ્હી સરકાર પર રાજધાનીમાં દારૂના સેવનને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો.
પ્રવેશ વર્માએ કહ્યું હતું કે, જ્યારે કોવિડ-19 દરમિયાન 25000 લોકોના મોત થયા હતા, ત્યારે દિલ્હી સરકાર કેન્દ્ર શાસિત પ્રદેશમાં દારૂના સેવનને વધારવાના ઉદ્દેશ્ય સાથે નવી એક્સાઇઝ નીતિ બનાવવામાં વ્યસ્ત હતી.બીજેપી સાંસદે આરોપ લગાવ્યો કે, દિલ્લીમાં 824 નવી દારૂની દુકાનો ખુલી છે. લોકો રહેણાંક વિસ્તારો, કોલોનીઓ, ગામડાઓમાં દારૂની દુકાનો ખોલી રહ્યા છે. દારૂની દુકાનો સવારના 3 વાગ્યા સુધી ખુલી રહે છે, મહિલાઓને સવારના 3 વાગ્યા સુધી બારમાં દારૂ પીવા માટે ડિસ્કાઉન્ટ આપવાની ઓફર અપાઈ રહી છે. દારૂ સેવનની વય મર્યાદા 25 વર્ષથી ઘટાડીને 21 વર્ષ કરવામાં આવી છે.તેમણે આરોપ લગાવ્યો કે તેની પાછળનો હેતુ એ છે કે મુખ્ય પ્રધાન કેજરીવાલ વધુમાં વધુ આવક મેળવવા માંગે છે જેથી તેઓ તેમના અભિયાનનો વિસ્તાર કરી શકે. તેઓ 2022ની વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે પંજાબ ગયા હતા અને કહ્યું હતું કે તેઓ દારૂની સંસ્કૃતિને ખતમ કરી દેશે, જેની સામે તેઓ ઉલટું દિલ્હીમાં દારૂનો વપરાશ વધી રહ્યો છે. દિલ્હી સરકારની નવી આબકારી નીતિ હેઠળ, દિલ્હીમાં ખાનગી દારૂની દુકાનો 1 ઓક્ટોબરથી બંધ કરવામાં આવી હતી. જોકે હવે દુકાનો ખુલી ગઈ છે.