વાંક પરિવારે આપી અનોખી શ્રધ્ધાંજલી

ગુજરાત આહિર સમાજના મોભી બાબુભાઇ વાંકનું અવસાન થતા પરિવારે વિશેષ રીતે શ્રધ્ધાંજલી પાઠવી મિસાલ કાયમ કરી

ગુજરાત આહીર સમાજના મોભી ગૌસેવક તેમજ સૌરાષ્ટ્ર કચ્છ તેમજ અમદાવાદ સમજની બધી સંસ્થાઓમાં તેમનું આર્થિક યોગદાન અમૂલ્ય રહ્યું છે. દાનવીર મવડીનગર પંચાયતના પૂર્વપ્રમુખ સ્વ. બાબુભાઇ વાંકનું અવસાન થતાં તેમના પરિવાર દ્વારા એક મહત્વનો સમાજ હિત માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.  બાર દિવસ માટે બધી પ્રકારની વ્યવસ્થા તેમજ લેકિક પ્રથા બંધ રાખવામાં આવી હતી આ નિર્ણયને દરેક સમાજ માટે દાખલા રૂપી નીવડે વાંક પરિવાર દ્વારા સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ બોલબાલા ટ્રસ્ટ, કઠિયાવાડી, બાલાશ્રમ, સૂતા હનુમાનજી ટ્રસ્ટ, ચિલ્ડ્રમ હોમ ફોર ગર્લ્સ તેમજ જલારામ ટ્રસ્ટ, મધર ટેરેસા અંધઅપંગ માનવ કલ્યાણ ટ્રસ્ટ, બાલાજી મંદિર અન્નેક્ષેત્ર રમણીક કુવરબા વૃધ્ધાશ્રમ, રામધણ અન્નક્ષેત્ર આશ્રમ, રાણીમાં રુડીમાં નકલંગ આશ્રમ વગેરે સંસ્થામાં સ્વ. બાબુભાઇ રામસૂરભાઇ વાંક પરિવાર દ્વારા રોજનું ૬૮૦૦ લોકોને ભોજન કરાવીને ખરા અર્થમાં શ્રદ્ધાંજલી આપી હતી.

સ્વ. બાબુભાઇ રામસુરભાઇ વાંકે પોતાના જીવિત દરમિયાન ગરીબોને અનાજ વિતરણ પણ પોતે રોટલે મોટા તો હતા જ અને સાથે સાથે ક્ધયાદાન અને મહદાનની સાચી સેવા ગમતી આશરે ૫૫૯થી વધારે દીકરીઓનું ક્ધયાદાન દીધું હતુ અને ગૌપાલક ગૌસેવક ભેખધારી બાબુભાઇ પાસે ૨૦૦થી પણ વધારે ગાયો રાખવામાં આવી છે. તેમજ મવડી વિસ્તારના સુપસિધ્ધિ વિશેષર મહાદેવ મંદિરમાં વૃદ્ધો તેમજ ગરીબોને નબળા પરિવારને અનાજ કીટ વિતરણ અગિયારસ તેમજ પુનમના દિવસે કરવામાં આવતું સૌરાષ્ટ્રની કોઇ પણ ગૌશાળામા એ પોતે ગાયો માટે સૂકો ઘાસચારો નાખતા અને પોતાના જીવન દરમિયાન લોધિકા તાલુકામાં આવેલી વિડીમાં પક્ષુધન માટે કોઇ ઘાસ ચારાના વેપારી દ્વારા આ વિડી ભાડે રાખી અન્ય માલધારી ભાઇઓને એક પશુધન લેખે ૨૦૦૦માં ચરવા માટે આપવામાં આવતી પરંતુ આ વાતની જાણ બાબુભાઇને થતા તે સરકારી વિડી ભાડે રાખી લોધિકાની આસપાસના બધા ચારણો અને માલધારી તેમજ પક્ષુધન રાખનાર માલધારીને વિના મુલ્યે વિડીમાં ખળ ચરવા માટે આપી અને એક ગૌસેવકનું ઉદાહરણ પુરું પાડયું હતું તેમજ લોકડાઉન દરમિયાન એક અનોખો સેવા યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ સેવાયના મધ્યમથી ઘણું વિતરણ કરવામાં આવ્યુ હતું. એક પરિવારને ૧૦ કિલોગ્રામ ઘઉં આપવામાં આવ્યા હતા. આશરે ૩૫૦૦ પરિવારએ આ ઘઉંદાનનો લાભ લીધો હતો. આ સેવાયજ્ઞનો આશરે ૩૦૦થી પણ વધારે પરિવારોએ લાભ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.