ચારેક માસ પહેલાં પાકિસ્તાનથી ૧૦૦ કિલો હેરોઇન મગાવી ૯૫ કિલો વેચી નાખ્યો: ડ્રગ્સ કૌભાંડના મુળ સુધી પહોચવા એટીએસની ધનિષ્ટ પૂછપરછ

સૌરાષ્ટ્રનો દરિયો આંતકવાદીઓની ઘુષણખોરી અને દાણચોરી માટે રેઢુ પડ હોય તેમ ચારેક માસ પહેલાં પાકિસ્તાનથી ૧૦૦ કિલો હેરોઇન ઘુષાડવામાં આવ્યાનું બહાર આવ્યું છે. એટીએસની ટીમે રૂ.૧૫ કરોડની કિંમતના પાંચ કિલો હેરોઇન સાથે સલાયા અને માંડવીના શખ્સોની ધરપકડ કરી આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાના નેટવર્કના મુળ સુધી પહોચવા બંનેને રિમાન્ડ પર મેળવી પૂછપરછ હાથધરી છે.

આ અંગેની સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ સલાયાના અઝીઝ અબ્દુલ ભગાડ નામના શખ્સ પાસે શુધ્ધ હેરોઇનનો જથ્થો હોવાની બાતમીના આધારે એટીએસના અધિકારી હિમાન્શુ શુકલ સહિતની ટીમે રૂ.૧૫ કરોડની કિંમતના પાંચ કિલો હેરોઇન સાથે ઝડપી લીધો હતો. તેની પૂછપરછ દરમિયાન માંડવીના આરિફ આગમ સુમરા નામના શખ્સે ચારેક માસ પહેલાં પાકિસ્તાનથી ૧૦૦ કિલો હેરોઇન મગાવ્યાની કબુલાત આપી હતી.

એટીએસની ટીમે કચ્છના માંડવી ખાતે રહેતા આરિફ આગમ સુમરા નામના શખ્સને ઝડપી લેતા તેને પાકિસ્તાનથી ૧૦૦ કિલો હેરોઇન મગાવી સલાયાના અઝીઝ અબ્દુલ ભગાડની મદદથી નાની બોટમાં દરિયા કિનારે લાવી દેશના ઉત્તરના રાજયમાં ૯૫ કિલો વેચી નાખ્યાની કબુલાત આપી છે.

એટીએસની ટીમ દ્વારા ઉત્તરના રાજયોમાં હેરોઇન અંગે તપાસ કરવા રિમાન્ડની માગણી સાથે ખંભાળીયા કોર્ટમાં રજુ કરતા બંને શખ્સોને અદાલતે તા.૨૦ ઓગસ્ટ સુધીના રિમાન્ડ પર સોપવા હુકમ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.