શહેરના કોટેચા ચોક અને ઇન્દિરા સર્કલ વચ્ચે આવેલા યુનિર્વસિટી રોડ પરના આર્યુવેદા વેલનેશ એન્ડ હેલ્થ કેર સ્પાના ઓઠા હેઠળ બે શખ્સોએ ‚પલલનાને આશરો આપી કુટણખાનું લાવતા પોલીસે બંનેની ધરપકડ કરી પૂછપરછ કરતા બંને શખ્સો રૂપજીવીનીઓને ચાર માસથી માસિક રૂ.૨૦ હજારના પગારથી દેહના સોદા માટે કામે રાખી હોવાની કબુલાત આપી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ યુનિર્વસિટી રોડ પર આવેલા આર્યુવેદા વેલનેશ એન્ડ હેલ્થ કેર સ્પાના નામે રાવલનગરના રવિ અશોક ચલા નામના સોની શખ્સ અને વિશ્વ કર્મા સોસાયટીના નિલેશ કન્દ્રસ્વામી પડ્ડયા નામના મદ્રાસી શખ્સ કુટણખાનું ચલાવતા હોવાની બાતમીના આઓધારસે ગાંધીગ્રામ પી.આઇ. વી.વી.ઓડેદરા અને પી.એસ.આઇ. જે.કે.ભટ્ટ સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.
પોલીસે ડમી ગ્રાહક મોકલ્યા બાદ દરોડો પાડયો ત્યારે કુટણખાનામાં આસામ અને જામનગરની યુવતી મળી આવી હતી.
બંને યુવતીઓની પૂછપરછ દરમિયાન તેને સ્પાના નામે કોન્ટ્રાકટ કર્યા બાદ બંનેને માસિક રૂ.૨૦ હજાર પગાર ચુકવતા હોવાનું દેહના સોદા કરાવતા હોવાનું બહાર આવતા પોલીસે બંને શખ્સો સામે કુટણખાનું ચલાવવા અંગેનો ગુનો નોંધી ધરપકડ કરી છે.