એક પક્ષ સહમત ન થાય ત્યારે અદાલત કલમ 142 હેઠળની સત્તાનો ઉપયોગ કરી છૂટાછેડા આપી શકે નહીં: સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
husbandછૂટાછેડા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું હતું કે, ભારતમાં લગ્ન કોઈ કેઝ્યુઅલ ઘટના નથી. આપણે ’આજે લગ્ન અને કાલે તલાક’ના પશ્ચિમી ધોરણો સુધી પહોંચી શક્યા નથી. તમે બંને ખૂબ શિક્ષિત છો અને પશ્ચિમી અભિગમ અપનાવી શકો છો પરંતુ જ્યારે એક પક્ષ ઇચ્છુક ન હોય તો અમે કલમ 142 હેઠળની અમારી સત્તાનો ઉપયોગ લગ્નને રદ કરવા માટે કરી શકતા નથી.
છૂટાછેડાના એક કેસમાં સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જ્યારે પત્ની ઈચ્છે છે કે લગ્ન ચાલુ રહે, તો તે પતિની અરજી પર લગ્નને તોડવા માટે કલમ 142 હેઠળ તેની સત્તાનો ઉપયોગ કરશે નહીં. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, જો કોઈ એક પક્ષ લગ્નને રદ્દ કરવા માટે સંમત ન થાય તો કલમ 142 હેઠળ છૂટાછેડા થઈ શકે નહીં. એટલું જ નહીં, કોર્ટે એમ પણ કહ્યું કે અમે હજુ સુધી ’આજ શાદી કલ તલાક’ના પશ્ચિમી ધોરણોને અપનાવ્યા નથી.
છૂટાછેડા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું હતું કે ભારતમાં લગ્ન કોઈ કેઝ્યુઅલ ઘટના નથી. આપણે ’આજે લગ્ન અને કાલે તલાક’ના પશ્ચિમી ધોરણો સુધી પહોંચી શક્યા નથી. તમે બંને ખૂબ શિક્ષિત છો અને પશ્ચિમી અભિગમ અપનાવી શકો છો પરંતુ જ્યારે એક પક્ષ ઇચ્છુક ન હોય તો અમે કલમ 142 હેઠળની અમારી સત્તાનો ઉપયોગ લગ્નને રદ કરવા માટે કરી શકતા નથી.
જસ્ટિસ સંજય કે કૌલ અને અભય એસ. ઓકાની સુપ્રીમ કોર્ટની બેંચે પતિની અરજી પર લગ્ન રદ કરવાનો ઈન્કાર કરતા દંપતીને એક ખાનગી મધ્યસ્થી પાસે મોકલી દીધા હતા. કોર્ટે એમ પણ કહ્યું કે, તેઓ લગ્ન પછી માત્ર 40 દિવસ જ સાથે રહ્યા છે, તેથી આ યુવા દંપતિએ તેમના મતભેદોને ઉકેલવા માટે ગંભીર પ્રયાસ કરવો જોઈએ. કોર્ટને જાણવા મળ્યું કે એકબીજાથી અલગ રહેતા દંપતી સારી રીતે ભણેલા છે. પતિ સંયુક્ત રાષ્ટ્રમાં રહે છે અને એનજીઓ ચલાવે છે, જ્યારે પત્નીનું ઘર કેનેડામાં છે.
જ્યારે પતિએ લગ્ન રદ કરવા માટે બેન્ચને વારંવાર વિનંતી કરી, ત્યારે પત્નીએ કહ્યું કે, તેણે ફેસબુક પર મિત્રતા અને બંને પરિવારોની મુલાકાત પછી જ આ વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે કેનેડામાં બધું છોડી દીધું છે. જો કે, આ પછી સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે કલમ 142 હેઠળની સત્તાનો ઉપયોગ ત્યારે જ થઈ શકે છે જ્યારે લગ્નના બંને પક્ષ છૂટાછેડા માટે સંમત થાય. બંને પક્ષકારોએ કોર્ટ સમક્ષ છૂટાછેડા માટે સંમત થવું ફરજિયાત છે. આવામાં એક પક્ષ લગ્ન નિભાવવા માટે તૈયાર છે, તેથી આ લગ્ન તૂટી ગયા છે તે કહેવું મુશ્કેલ છે.
‘આજે લગ્ન, કાલે છૂટાછેડા’ની પશ્ચિમી સંસ્કૃતિ
હજુ સુધી આપણે અપનાવી શક્યા નથી: સુપ્રીમ
ન્યાયમૂર્તિ કૌલે ટિપ્પણી કરી હતી કે, અમારી પાસે અહીં પશ્ચિમી સિસ્ટમ નથી કે જ્યાં તમે એક દિવસ છૂટાછેડા દાખલ કરો અને પછી તેને મંજૂરી આપો. અહીં મને લાગે છે કે બંને પક્ષોએ તેને અજમાવવાની જરૂર છે, અમે પશ્ચિમી ફિલસૂફી આયાત કરી શકતા નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે, પશ્ચિમી સંસ્કૃતિ ’આજે લગ્ન કાલે છૂટાછેડા’ની પદ્ધતિ હજુ સુધી અપનાવી શક્યા નથી.
એક પાત્ર લગ્ન ટકાવવા ઇચ્છતું હોય તો છૂટાછેડા આપી શકાય નહીં !!
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ભારતી સંસ્કૃતિમાં લગ્નએ એક પવિત્ર બંધન છે. આ બંધન ક્ષણવારમાં તોડી શકાતો નથી. તેમાં પણ જ્યારે કોઈ એક પાત્ર લગ્ન ટકાવવા ઇચ્છતું હોય તો ત્યારે છૂટાછેડા આપી શકાતા નથી. કોર્ટે પતિ-પત્નીને લગ્નસંબંધ ટકાવી રાખવા માટે પ્રયત્ન કરવા આદેશ આપ્યો છે.